શોધખોળ કરો
Advertisement
કર્ણાટકના મંત્રી શિવકુમારની મુંબઇ પોલીસે અટકાયત કરી, બળવાખોર ધારાસભ્યોને ના મળી શક્યા
શિવકુમાર એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી. અધિકારીએ કહ્યું કે, ત્રણેય નેતાઓને બીકેસી પોલીસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
મુંબઇઃ કર્ણાટકની લડાઇ મુંબઇ સુધી પહોંચી ચૂકી છે અને અહી જોરદાર રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. સવારથી મુંબઇની હોટલ બહાર બેસી રહેલા કોગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારની બપોર થતાં થતાં મુંબઇ પોલીસે અટકાયત કરી હતી. એક અધિકારીએ કહ્યું કે, શિવકુમારને મળવા પહોંચેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવડા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નસીમ ખાનની પણ અટકાયત કરવામાં આવી હતી. શિવકુમાર એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી. અધિકારીએ કહ્યું કે, ત્રણેય નેતાઓને બીકેસી પોલીસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
પવઇમાં રિનેસન્સ હોટલમાં કોગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો રહ્યા છે. તેમને મનાવવા માટે કર્ણાટકના જળ સંસાધન મંત્રી ડી કે શિવકુમાર પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને હોટલમાં પ્રવેશતા રોક્યા હતા. જોકે, કોગ્રેસ-જેડીએસ સરકારને પડતી બચાવવા માટે તે ધારાસભ્યો સાથે મુલાકાત કરવા ઇચ્છતા હતા. કોગ્રેસ નેતાએ કહ્યું કે, રાજનીતિ સંભાવનાઓનું ક્ષેત્ર છે અને તેમને આ રૂમમાં જવા દેવામાં આવે જેમને તેમણે અગાઉથી બુક કરાવી રાખ્યો હતો.Mumbai: #Karnataka Minister DK Shivakumar, Milind Deora & other Congress leaders who were detained, have been kept at Kalina University rest house. They were sitting outside Renaissance - Mumbai Convention Centre Hotel when they were detained by police. pic.twitter.com/K2EgyB3O6f
— ANI (@ANI) July 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement