શોધખોળ કરો
હાઈકોર્ટે કહ્યું- AAPની જાહેરાતો પર 6 અઠવાડિયામાં નિર્ણય કરે કમિટી

નવી દિલ્લી: દિલ્લી હાઈકોર્ટે કેજરીવાલ સરકારની જાહેરાતો પર પબ્લિક ફંડનો દુરૂપયોગના મામલો સુપ્રીમ કોર્ટના આદેશ પર રચેલી 3 સભ્યોની કમિટી પાસે મોકલી દીધો છે. કમેટીને 4થી 6 અઠવાડિયામાં પોતાનો નિર્ણય લેવાનો રહેશે કે કેજરીવાલ સરકારે ફંડનો દુરુપયોગ કર્યો છે કે નહીં. હાઈકોર્ટે કહ્યું કે આ કમિટી એ નક્કી કરશે કે કેજરીવાલ સરકારે જાહેરાતો દેખાડવામાં પૈસાનો દુરુપયોગ કર્યો છે કે નહીં. કેંદ્ર સરકારે એપ્રિલમાં આ કમિટી સુપ્રીમ કોર્ટના એ આદેશ પછી બનાવી છે. કમિટીની જવાબદારી પબ્લિક ફંડનો દુરુપયોગને રાજ્ય અને કેંદ્ર શાસિત સરકારો પર નજર રાખવાની હશે. કોંગ્રેસ નેતા અજય માકને હાઈકોર્ટમાં અરજી કરી હતી કે કેજરીવાલ સરકાર પબ્લિક ફંડનો દુરુપયોગ કરી જાહેરાતો દેખાડી રહી છે. માકન તરફથી કોર્ટને બતાવવામાં અને દેખાડવામાં આવ્યું કે સરકારી ખર્ચે કેજરીવાલ સરકાર દિલ્લીના બહારના રાજ્યોમાં આમ આદમી પાર્ટીની છબીને ચમકાવવાની કોશિશ કરી રહ્યું છે. તેમને કહ્યું હતું કે, દેશભરમાં થનાર ચૂંટણીમાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે કેજરીવાલ સરકાર પબ્લિક ફંડનો ઉપયોગ કરી રહી છે. આ સુપ્રીમ કોર્ટના નિર્દોશો વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકાર પબ્લિક ફંડનો ઉપયોગ પાર્ટીના ફાયદા માટે કરી શકશે નહીં.
વધુ વાંચો






















