Kerala Boat Tragedy: કેરળમાં હાઉસબોટ ડૂબી જવાથી 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Kerala Boat Tragedy: કેરળના મલપ્પુરમ જિલ્લાના તાનુર વિસ્તારમાં ઓટ્ટુમપુરમ નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ ડૂબી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
Kerala Boat Tragedy: કેરળના મલપ્પુરમ જિલ્લાના તાનુર વિસ્તારમાં ઓટ્ટુમપુરમ નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ ડૂબી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
#UPDATE | The Death toll has increased to 15 in boat capsize accident in Malappuram district of Kerala: Minister V Abdurahiman
— ANI (@ANI) May 7, 2023
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બોટમાં સવાર બાળકો સહિત 15 લોકોના મોત થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં લગભગ 25 મુસાફરો હતા, જેમાંથી 6ના મોત થયા છે જ્યારે 10 જેટલા મુસાફરોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેણે જણાવ્યું કે આ ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી. પોલીસે એ પણ માહિતી આપી હતી કે અનેક એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસના જવાનો અને સ્વયંસેવકો સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ડૂબી ગયેલી બોટને કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે એ પણ માહિતી આપી હતી કે અનેક એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસના જવાનો અને સ્વયંસેવકો સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ડૂબી ગયેલી બોટને કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેરળના પર્યટન મંત્રી મોહમ્મદ રિયાસ કોઝિકોડથી ઘટના સ્થળ માટે રવાના થયા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ વળતરની જાહેરાત કરી છે
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ વળતરની જાહેરાત કરી છે. PMએ ટ્વિટ કર્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવશે.