ભારત જોડો યાત્રામાં જોડાઇ પ્રિયંકાની દીકરી મિરાયા, જાણો અત્યારે શું કરી રહી છે, ને કેમ આવી ચર્ચામાં...
મિરાયા વાડ્રાની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીરની સાથે પુછી રહ્યાં છે કે આ મિરાયા વાડ્રા શું કરે છે,
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશમાં ભારત જોડો યાત્રા કરી રહી છે, રાજસ્થાનમાંથી આ યાત્રા પસાર થઇ રહી છે, આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજો સામેલ થયા છે, રાહુલ ગાંધીથી લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ યાત્રામાં સામેલ થયા હતા, જોકે, આ યાત્રામાં સૌથી વધુ જો કોઇએ ધ્યાન ખેંચ્યુ હોય તો તે છે, પ્રિયંકા ગાંધી વાડ્રાની દીકરી મિરાયા. જાણો પ્રિયંકાની દીકરી મિરાયા વાડ્રા કોણ છે અને શું કરી રહી છે અત્યારે.....
મિરાયા વાડ્રાની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીરની સાથે પુછી રહ્યાં છે કે આ મિરાયા વાડ્રા શું કરે છે, લોકો તેના વિશે જાણવા માંગી રહ્યાં છે, અહીં અમે તમને મિરાયા વાડ્રા વિશે બતાવી રહ્યાં છીએ. પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રાના બે બાળકો છે, એક છે મિરાયા અને બીજો રેહાન છે. મિરાયા અત્યારે લગભગ 20 વર્ષની છે, અને રેહાન 21 વર્ષનો છે.
Congress MP Rahul Gandhi, party's general secretary Priyanka Gandhi Vadra, along with her husband Robert Vadra and their daughter Miraya Vadra participated in the Bharat Jodo Yatra, in Rajasthan.
— ANI (@ANI) December 12, 2022
(Source: AICC) pic.twitter.com/92Z31cIfxz
શું કરે છે મિરાયા વાડ્રા ?
મિરાયાને લઇને વધુ માહિતી સામે નથી આવી, પરંતુ કેટલીક સોશ્યલ મીડિયા એક્ટિવિટી પરથી અંદાજ લગાવી શકાય છે કે, મિરાયા એક બાસ્ટેકબૉલ પ્લેયર છે, અને ઘણીવાર તેની ટૂર્નામેન્ટમાં પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રા પણ ભાગ લઇ ચૂક્યા છે. મિરાયા લગભગ 20 વર્ષની છે. આ ઉપરાંત મિરાયા બીજા કેટલીય એન્ડવેન્ચર એક્ટિવિટીમાં પણ જોવા મળી ચૂકી છે. એટલુ જ નહીં મિરાયાને પ્રકૃતિ સાથે ખુબ પ્રેમ છે, જેને લઇને રૉબર્ટ વાડ્રાએ એક લાંબી પૉસ્ટ પણ લખી હતી, તે કુદરતી જગ્યાઓ પર હરવા ફરવાની પણ શોખીન છે.
વર્ષ 2016માં મિરાયા ખુબ ચર્ચામાં આવી હતી, તે સમયે તેને બાસ્કેટબૉલ ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો. તે સમયે તે હરિયાણા ગર્લ્સ ટીમ તરફથી રમી રહી હતી, પ્રિયંકા ગાંધી પણ આ મેચ જોવા પોંડુચેરી પહોંચી હતી.
જો અભ્યાસની વાત કરીએ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિરાયાએ દેહરાદૂનના વેલહમ ગર્લ્સ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે, આ ઉપરાંત તેના વિશે વધુ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. આ પહેલા મિરાયાને લઇને સમાચાર આવ્યા હતા કે તે માલદીવમાં ઇન્સ્ટ્રક્ટર લેવસ ડ્રાઇવિંગ કૉર્સ પુરો કરી રહી છે. જો રેહાન માટે કહેવામાં આવે તો તે એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે.