શોધખોળ કરો
દારૂ ખરીદવા લોકોના ટોળા ઉમટી પડતા આ રાજ્યએ નક્કી કરી મર્યાદા, જાણો એક વ્યક્તિ એક વખતમાં કેટલો દારૂ ખરીદી શકશે
રાજ્યના મુખ્ય સચિવ (એકસાઇઝ સંજય ભૂસરેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં દારૂનું વેચાણ શરૂ થઈ ગયું ચે. ત્રણ-ચાર દિવસ સુધી લોકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે.

લખનઉઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના ત્રીજા તબક્કામાં સોમવારે દારૂની દુકાનો ખૂલતાં જ ભીડ ઉમટી પડી હતી. જેના પર હવે એકસાઈઝ વિભાગે નિયંત્રણ મૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં એકસાઇઝ ડિપાર્ટમેન્ટે કેટલો દારૂ ખરીદી શકાશે તેની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના મુખ્ય સચિવ (એકસાઇઝ સંજય ભૂસરેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં દારૂનું વેચાણ શરૂ થઈ ગયું ચે. ત્રણ-ચાર દિવસ સુધી લોકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે. એક વ્યક્તિ એક વખતમાં માત્ર એક બોટલ, બે અડધા અને બે બીયરની બોટલ ખરીદી શકશે. ઉપરાંત બીયરના ત્રણ કેન પણ ખરીદી શકે છે. મંત્રી રામનરેશ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, દારૂની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવા માટે ગ્રાહકો માટે સર્કલ બનાવવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારના હંગામાથી બચવા પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં દારૂની દુકાનો ખુલતી રહેશે. હાલ ફેક્ટરીથી સ્ટોકને દુકાન સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે તેથી એક વ્યક્તિને એક બોટલથી વધારે દારૂ નહીં આપવામાં આવે. દારૂ ખરીદવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 દિવસથી દારૂ નહોતો મળતો અને આ કારણે વહેલી સવારથી જ દુકાન આગળ લાઈન લગાવી દીધી હતી.
વધુ વાંચો





















