Aadhaar Card બનાવવા તથા અપડેટ કરાવવામાં લાગે છે આટલી ફી, વધારે પૈસા માંગે તો અહીંયા કરો ફરિયાદ
જો કોઈ આધાર કેન્દ્ર પર આધાર કાર્ડમાં અપડેશન માટે નક્કી કરેલા ચાર્જ કરતાં વધારે રકમ માંગવામાં આવે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. કોઈપણ પ્રકારના અપડેશન માટે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.
દેશમાં આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું જરૂરી થઈ ગયું છે તે દરેક જાણે છે, તેના વગર લગભગ તમામ સરકારી કામ અધૂરા રહે છે. નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવી નથી પડતી. પરંતુ જો તમે આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેશન (Aadhaar Update) કરાવવા માંગતા હો તો તેના માટે પૈસા ચૂકવવા પડશે. જો તમે આધાર કાર્ડમાં નામ (Name Change), જન્મ તારીખ (Date of Birth) કે પછી સરનામું બદલાવવા (Address Change) માંગતા હો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત બાયોમેટ્રિક અપડેટ (Bio metric update) કરાવવા માંગતા હો તો દર વખતે આટલા જ રૂપિયા આપવા પડશે.
વધારે પૈસા માંગે તો કરો આ કામ
જો કોઈ આધાર કેન્દ્ર પર આધાર કાર્ડમાં અપડેશન માટે નક્કી કરેલા ચાર્જ કરતાં વધારે રકમ માંગવામાં આવે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આમ થવા પર તમે 1947 આધાર સંપર્ક કેંદ્રમાં ફરિયાદ કરી શકો છો. ઉપરાંત help@uidai.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો.
અપડેશન માટે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી
આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેશન માટે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. આ માટે uidai.gov.in પર Update Aadhaar Details (Online) પર ક્લિક કરવું પડશે. જન્મ તારીખ સુધારવા માટે માન્ય દસ્તાવેજ અપલોડ કરવા પડશે. આ બદલાવ કરવા માટે કાર્ડધારકનો મોબાઇલ નંબર લિંક હોવો જોઈએ.
બાયોમેટ્રિક ચેન્જ માટે જવું પડશે સેન્ટર
જો તમે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ – ફિંગરપ્રિંટ, આઈરિસ કે ફોટોગ્રાફ જેવી અન્ય ડિટેલમાં બદલાવ કરવા ઈચ્છતા હો તો તમારે એનરોલમેંટ સેંટર પર જવું પડશે. જો તમે નવું આધાર કાર્ડ બનાવવા માંગતા હો અથવા 5 થી 15 વર્ષના બાળકો માટે નોમિનેશન અપડેટ કરાવવા ઈચ્છતા હો તો તે ફ્રી છે.