શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોટામાં 104 બાળકોના મોત, આજે તપાસ માટે પહોંચશે કેન્દ્રની હાઇલેવલ ટીમ
2014માં 15719 બાળકો ભરતી થયા, જેમાં 1198 બાળકોને ન હોતા બચાવી શકાયા
નવી દિલ્હીઃ રાજસ્થાનના કોટામાં બાળકોના મોતના સિલસિલો હજુ થમી નથી રહ્યો, મોતનો આંકડો 104 પર પહોંચ્યો છે. વર્ષના પહેલા જ દિવસે 3 બાળકોએ જીવ ગુમાવ્યો, જ્યારે ગુરુવારે એક બાળકોનુ મોત થયુ હતુ. કોટાના પ્રભારી મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને સ્વાસ્થય મંત્રી રઘુ શર્મા પણ આજે કોટામં પહોંચી રહ્યાં છે.
ઉપરાંત કેન્દ્રની હાઇલેવલ ટીમ પણ કોટા જશે, કોટામાં મોતનો આંકડો નવો વથી. 2014માં 15719 બાળકો ભરતી થયા, જેમાં 1198 બાળકોને ન હોતા બચાવી શકાયા. બીજા વર્ષે એટલે કે 2015માં 17579 બાળકો ભરતી થયા જેમાં 1260 બાળકોના મોત થયા હતા. વર્ષ 2018 અને 2019માં પણ આ જ સિલસિલો યથાવત રહ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયની એક સ્પેશ્યલ ટીમ રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હૉસ્પીટલમાં જશે. આ ટીમમાં જોધપુર એઇમ્સના વિશેષજ્ઞ ડૉક્ટર સ્વાસ્થય, નાણા અને પ્રાંતિય નિર્દેશક સામેલ થશે. આ ઉપરાંત જયપુરથી પણ વિશેષજ્ઞોને આમાં સામેલ કરવામાં આવશે. કોટા સ્થિત હૉસ્પીટલમાં સારવાર દરમિયાન ગયા ડિસેમ્બરમાં લગભગ 100 બાળકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion