શોધખોળ કરો

કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ

UP Kumbh Mela Ration Card: કુંભ મેળામાં આવનારા કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓને સરકાર રેશન કાર્ડ જારી કરશે. જ્યાં શ્રદ્ધાળુઓને રેશન કાર્ડ બતાવવા પર રેશન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

UP Kumbh Mela Ration Card: વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવાનું છે. મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે. યોગી સરકાર મહાકુંભ માટે તૈયારીમાં લાગી ગઈ છે. મહાકુંભમાં ઘણા એવા લોકો આવે છે જે ઘણો સમય ત્યાં રહે છે. જે ત્યાં થતા ભંડારા પર જ નિર્ભર રહે છે. પરંતુ હવે યોગી સરકારના એક નવા નિર્ણય પછી મહાકુંભમાં આવનારા આ પ્રકારના શ્રદ્ધાળુઓ ભૂખ્યા પેટે નહીં સૂવે.

જ્યાં કુંભ મેળામાં ભંડારાનું આયોજન થાય છે, ત્યાં હવે સરકાર તરફથી શ્રદ્ધાળુઓને રેશન પણ આપવામાં આવશે. યોગી સરકાર આ માટે શ્રદ્ધાળુઓને રેશન કાર્ડ જારી કરશે. ચાલો જાણીએ કેવી રીતે શ્રદ્ધાળુઓને સરકાર તરફથી રેશન આપવામાં આવશે.

સરકાર શ્રદ્ધાળુઓને જારી કરશે રેશન કાર્ડ

ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભના આયોજન માટે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં કુંભ મેળામાં ઘણી જગ્યાએ ભંડારાનું આયોજન થાય છે, ત્યાં આ વખતે ઉત્તર પ્રદેશ સરકાર શ્રદ્ધાળુઓને મફત રેશનની સુવિધા પણ આપશે. મહાકુંભમાં ઘણા દિવસો સુધી રહેનારા કલ્પવાસીઓને અને શ્રદ્ધાળુઓને સરકાર તરફથી રેશન કાર્ડ જારી કરવામાં આવશે.

જેનો ઉપયોગ કરવા પર તેમને રેશનની સુવિધા આપવામાં આવશે. સરકાર તરફથી ખાદ્ય વિભાગ દ્વારા સમગ્ર મેળા વિસ્તારમાં 160 રેશનની દુકાનોની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં શ્રદ્ધાળુઓને યોગ્ય કિંમતે રેશન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બે વાર આપવામાં આવશે રેશન

મેળા વિસ્તારમાં સરકાર તરફથી જે રેશન દુકાનો સ્થાપિત કરવામાં આવશે, ત્યાં કલ્પવાસીઓને અને શ્રદ્ધાળુઓને રેશન કાર્ડ બતાવવા પર રેશન આપવામાં આવશે. સરકાર તરફથી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે વાર રેશન આપવામાં આવશે. આ માટે પાંચ ગોડાઉન પણ અલગથી બનાવવામાં આવશે. સરકાર પાસેથી મળેલી માહિતી અનુસાર આ સમગ્ર પ્રોજેક્ટ પર 43 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે.

શ્રદ્ધાળુઓને આ રેશન દુકાનો પર ખાંડ અને રસોઈ ગેસ પણ આપવામાં આવશે. એલપીજી સિલિન્ડર ખરીદવા માટે અલગથી આઉટલેટ્સ લગાવવામાં આવશે. આશરે 2 લાખ શ્રદ્ધાળુઓને રેશન કાર્ડ જારી કરવામાં આવશે. સરકારની આ યોજનાનો લાભ અખાડા અને શિબિરમાં રહેતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ પણ લઈ શકશે.

આ પણ વાંચોઃ

ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget