શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

MVA Seat Sharing: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને MVAમાં વિવાદ ચાલુ છે. સૌથી વધુ તણાવ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૂત્રોએ મોટો દાવો કર્યો છે.

MVA Seat Sharing In Maharashtra: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)માં બેઠક વહેંચણીને લઈને જંગ છેડાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે બેઠક વહેંચણીને લઈને કોંગ્રેસથી નારાજ છે અને પ્લાન B પર પણ કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)ની તૈયારી તમામ 288 બેઠકો પર છે. એટલે કે જો MVAમાં બેઠક વહેંચણીની વાત ન બને તો ઠાકરે પોતાના બળે ચૂંટણી લડી શકે છે.

આવી સ્થિતિમાં સવાલ ઉઠે છે કે શું ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસથી દૂર થાય તો શું તેઓ BJPની સાથે જશે? જ્યારે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે બેઠક વહેંચણી પર ઉદ્ધવ ઠાકરેના દબાણ આગળ પાર્ટી નહીં ઝૂકે.

કોંગ્રેસના દાવાઓએ ચોંકાવ્યા

સૂત્રોએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનોથી તેમના પગલાંનો સંકેત રવિવારે (20 ઓક્ટોબર)ના રોજ મળી ગયો હતો. સૂત્રોએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. સંજય રાઉતે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે એ સ્પષ્ટ નથી કે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે જે રીતે શિવસેના (UBT) દબાણની વ્યૂહરચના અપનાવી રહી છે, તેને જોતાં બેઠક ફાળવણીમાં વિલંબ થશે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ મહારાષ્ટ્રના પાર્ટી નેતાઓને કહ્યું કે શિવસેના એવી બેઠકોની માંગ કરી રહી છે, જ્યાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે અને જ્યાં કોંગ્રેસના ઉમેદવાર 100 ટકા ચૂંટાઈને આવી શકે છે.

કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું વલણ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કહ્યું, "અમે આ બેઠકો નહીં છોડીએ અને આ બેઠકો પર ચર્ચા અંત સુધી ચાલશે. લોકસભામાં કોંગ્રેસના પ્રદર્શનને જોતાં કોંગ્રેસને વધુમાં વધુ બેઠકો મળવી જોઈએ અને અમે લઈશું."

શિવસેના (UBT)ની શું છે માંગ?

સૂત્રોએ જણાવ્યું કે MVAમાં મહારાષ્ટ્રમાં લગભગ 20થી 25 બેઠકો પર પેંચ ફસાયો છે. આમાં મોટાભાગે વિદર્ભ અને મુંબઈની બેઠકો છે. શિવસેના (UBT) વિદર્ભની ત્રણ બેઠકો માંગે છે અને તેનાથી ઓછામાં તૈયાર નથી. રાજ્યના નેતાઓથી નારાજગીને કારણે હવે શિવસેના (UBT) કેન્દ્રના ટોચના કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરી રહી છે.

શું બોલ્યા સંજય રાઉત?

બેઠક વહેંચણી અંગે જ્યારે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સોમવારે (21 ઓક્ટોબર)ના રોજ કહ્યું કે અમારી વાતચીત ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે. અમે બધા બેસીને નિર્ણય લઈશું. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ રહી છે. રાજ્યના કોંગ્રેસ નેતાઓ અમારા મિત્રો છે. બેઠક વહેંચણીમાં બધાએ થોડું ઘણું ત્યાગ કરવો પડે છે. કોંગ્રેસનું આલાકમાન દિલ્હીમાં બેસે છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં MVAમાં કોંગ્રેસ અને શિવસેના (UBT)ની સાથે શરદ પવારની NCP (SP) સામેલ છે. આ ગઠબંધનનો મુકાબલો BJP, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPથી છે.

આ પણ વાંચોઃ

Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Embed widget