Sidhu Moose Wala Funeral: સિદ્ધુ મુસેવાલાના થયા અંતિમ સંસ્કાર, ગામમાં ઉમટી ભીડ, જાણો 10 મોટી વાતો
Sidhu Moose Wala Funeral: પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર આજે તેમના ગામમાં કરવામાં આવ્યા. મુસેવાલાના અંતિમ સંસ્કાર માટે તેમના ગામમાં ભારે ભીડ એકઠી થઈ હતી.
![Sidhu Moose Wala Funeral: સિદ્ધુ મુસેવાલાના થયા અંતિમ સંસ્કાર, ગામમાં ઉમટી ભીડ, જાણો 10 મોટી વાતો Last rites of Punjabi singer Sidhu Moose Wala performed at his native village Moosa in Mansa district know 10 big updates Sidhu Moose Wala Funeral: સિદ્ધુ મુસેવાલાના થયા અંતિમ સંસ્કાર, ગામમાં ઉમટી ભીડ, જાણો 10 મોટી વાતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/31/12986164043cf366923e577b5033829f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sidhu Moose Wala Funeral : પંજાબના લેજન્ડરી ગાયક-અભિનેતા અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની રવિવારે સાંજે એક ગેંગસ્ટરે હત્યા કરી નાખી હતી. સિંગરની હત્યાની જવાબદારી કેનેડા સ્થિત ગોલ્ડી બ્રારે લીધી છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સ્વીકારવામાં આવી છે. આ પહેલા મુસેવાલાના પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે ન્યાયિક તપાસના આદેશ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે. ન્યાયિક તપાસની માંગ સ્વીકારાયા બાદ આજે મુસેવાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
10 મોટા અપડ્ટેસ
- પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર આજે તેમના ગામમાં કરવામાં આવ્યા. મુસેવાલાના અંતિમ સંસ્કાર માટે તેમના ગામમાં ભારે ભીડ એકઠી થઈ હતી. ભારે ભીડને જોતા ગામમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
- પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ 5 ડોક્ટરોની ટીમે કર્યું.
- ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી શકમંદોને પકડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે, તેમને દેહરાદૂનના નયા ગાંવ ચોકી પર પકડવામાં આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી છે.
- પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં નિર્ણાયક કડીઓ મળી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકોની પૂછપરછ કર્યા પછી તેમને ઘણી મહત્વપૂર્ણ કડીઓ મળી હતી.
- સોશિયલ મીડિયા પર સામે આવેલા એક સીસીટીવી ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે સિંગરની હત્યા પહેલા જ તેના વાહનનો પીછો કરવામાં આવી રહ્યો હતો.
- પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ હત્યામાં એક વ્યક્તિની સંડોવણી હોવાની શંકા છે. હેમકુંડ સાહિબના દર્શને ગયેલા યાત્રાળુઓમાં તે છુપાયો હતો. પંજાબ અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમે તેમને કસ્ટડીમાં લીધા હતા.
- પોલીસે જણાવ્યું હતું કે ગાયક સિદ્ધુ મુસેવાલાને એસોલ્ટ રાઇફલમાંથી ૩૦ ગોળીઓ વાગી હતી. મુસેવાલાએ આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસની ટિકિટ પર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેમની હાર થઈ હતી.
- પંજાબના પોલીસ વડા વી કે ભાવરાએ કહ્યું છે કે આ ઘટના હાલમાં પરસ્પર દુશ્મનાવટનું પરિણામ છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ ઘટના ગેંગ વોરનો કેસ લાગે છે."
- ગયા વર્ષે એક યુવા અકાલી નેતા વિકી મિદ્દુખેરાની હત્યામાં મુસેવાલાના મેનેજર શગુનપ્રીતનું નામ સામેલ હતું. આ પછી શગુનપ્રીત ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો.
- પંજાબ સરકારે સુરક્ષા ઘટાડ્યાના એક દિવસ બાદ રવિવારે પંજાબના મનસા જિલ્લામાં રાજ્યના જાણીતા ગાયક અને કોંગ્રેસના નેતા મુસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ આપ સરકાર સામે સુરક્ષાના સવાલ ઉઠી રહ્યા છે.
#WATCH | A huge crowd joins the funeral procession of singer Sidhu Moose Wala in Punjab's Mansa.
— ANI (@ANI) May 31, 2022
The last rites of the singer will be performed today. pic.twitter.com/LHkvjrUyVz
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)