Lata Mangeshkar Hospitalised: જાણીતા સિંગર લતા મંગેશકરની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, કઈ નવી બીમારી થઈ?
જાણીતા સિંગર લતા મંગેશકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હવે તેમની તબિયતને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત છે.
Lata Mangeshkar tests positive: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક સેલેબ્સ , રાજનેતાઓ ઝપેટમાં આવી ચુક્યા છે. જાણીતા સિંગર લતા મંગેશકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હવે તેમની તબિયતને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. ડો. પ્રતિત સભાણીએ માહિતી આપી છે કે, તેમને હજુ 10-12 દિવસ સુધી આઇસીયુમાં ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. તેમની મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
"Singer Lata Mangeshkar continues to be in the ICU ward. She will be under observation for 10-12 days. Along with COVID, she is also suffering from pneumonia," says Dr Pratit Samdhani, who is treating her at Mumbai's Breach Candy Hospital pic.twitter.com/Z0e3KUip4g
— ANI (@ANI) January 12, 2022
36 ભાષામાં ગાયા છે હજારો ગીતો
સ્વરા કોકિલા લતા મંગેશકર, જે 93 વર્ષની થઈ ગઈ છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.
લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગઈકાલ કરતાં આજે કોરોના કેસમાં 15.8 ટકાનો વધારો થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
આ સેલેબ્સ, નેતાઓ થયા સંક્રમિત
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. બીજી તરફ 2704 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે.