શોધખોળ કરો

કેરળમાં ચોમાસું મોડું શરૂ થવાની આગાહી, જાણો હવે કઈ તારીખે એન્ટ્રી થશે

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીમે ધીમે જોર પકડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ અનુમાન કરતા બે દિવસ મોડુ શરૂ થઈ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન ત્રીજી જુને થવાની શક્યતા છે. આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મે એટલે કે આજે ચોમાસાની શરૂઆત થશે. જો કે તેમા હવે બે દિવસ મોડુ થશે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીમે ધીમે જોર પકડી શકે છે. જેને લીધે કેરળમાં વરસાદ સંબંધી ગતિવિધીમાં તેજી આવી શકે છે. જે જોતા કેરળમાં ત્રણ જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તે અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રહેવાની શક્યતા છે.  જુનથી લઈને સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે કર્ણાટક તટ પર સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ પર અસર પડી છે. આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જુને ચોમાસાનું આગમન થતું હોય છે. જો કે એક દિવસ વહેલા શરૂ થવાનું અનુમાન હતુ. જેમાં હવે બે દિવસનું મોડુ થયું છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે.

રાજ્યમાં પ્રિ મોનસૂન એક્ટિવિટિ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી અને બુધવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી વરસાદની આગાહી કરાઈ છે. તો શુક્રવારે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget