શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14989 કેસો, અત્યાર સુધી કેટલા લોકોએ લીધી કોરોનાની વેક્સિન, જાણો વિગતે
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ મહારાષ્ટ્ર, કેરાલા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટકા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ સ્તરની મલ્ટી ડિસીપ્લીનરી ટીમ બનાવવામાં આવી છે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે, જે પ્રમાણે 14 હજાર 989 નવા કેસો સામે આવ્યા છે. વળી કાલે 98 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી 1 કરોડ 56 લાખથી વધુ લોકોનને વેક્સિન લાગી ચૂકી છે. જાણો કોરોનાની સ્થિતિ....
અત્યાર સુધી 1 લાખ 55 હજાર 813 લોકોના મોત....
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજ આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના પૉઝિટીવી કેસોની સંખ્યા 1 કરોડ 11 લાખ 39 હજાર 516 પહોંચી ગઇ છે. આમાંથી 1 લાખ 57 હજાર 346 લોકોના મોત થઇ ચૂક્યા ચે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને 1 લાખ 70 હજાર 126 થઇ ગઇ છે. વળી કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1 કરોડ 8 લાખ 12 હજાર 44 છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 56 લાખ 20 હજાર 749 લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવામાં આવી છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ મહારાષ્ટ્ર, કેરાલા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટકા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ સ્તરની મલ્ટી ડિસીપ્લીનરી ટીમ બનાવવામાં આવી છે. જેથી અહીં મહામારી પર કાબુ મેળવવા માટે સખ્તી અને ઝડપથી ઉપાય કરવામાં આવી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion