World Food India 2024: નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 નો શુભારંભ
World Food India 2024: કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સમિટ અંતર્ગત આયોજિત પ્રદર્શનમાં ગુજરાત સરકારના પવેલીયનનું ઉદઘાટન કર્યું હતું. કૃષિ ઉદ્યોગ ક્ષેત્રને સમર્પિત ગુજરાત સરકારના iNDEXT-a સેલ દ્વારા આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
World Food India 2024: ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ સાથે ગુજરાત આ સમિટમાં પોતાની કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સ્ટ્રેન્થનું પ્રદર્શન કરવા માટે ભાગીદાર રાજ્ય તરીકે સહભાગી થયું છે. તારિખ 19 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાનાર “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૪”નો આજે ભારત મંડપમ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Minister @PiyushGoyal along with Minister of Food Processing Industries @iChiragPaswan and MoS @RavneetBittu held a productive interaction with all stakeholders at the CEO Roundtable at World Food India, 2024.
Discussed actionable solutions to enhance growth, innovation, and… pic.twitter.com/SJSZxJqQMG— Piyush Goyal Office (@PiyushGoyalOffc) September 19, 2024
ભાગીદાર રાજ્યના પ્રતિનિધિ તરીકે ગુજરાત તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા”ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સમિટ અંતર્ગત આયોજિત પ્રદર્શનમાં ગુજરાત સરકારના પવેલીયનનું ઉદઘાટન કર્યું હતું. કૃષિ ઉદ્યોગ ક્ષેત્રને સમર્પિત ગુજરાત સરકારના iNDEXT-a સેલ દ્વારા આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાતની માળખાકીય શક્તિઓ, અદ્યતન ટેકનોલોજી અને નિકાસ સંભવિતતા રજૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 100થી વધુ મલ્ટીનેશનલ કંપનીના ચીફ એકઝીક્યુટીવ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ CEO કોન્ફરન્સમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી રવનીત સિંહ ઉપરાંત ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીએ ગુજરાત પવેલિયનની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, વિશ્વને ભારત અને ખાસ કરીને ગુજરાતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા તેમજ વૈવિધ્યસભર ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા” સમિટના આયોજનમાં ગુજરાત ભાગીદાર તરીકે સહભાગી થયું છે. આજે ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ સમય દૂર નથી, જ્યારે અન્ય ક્ષેત્રોની જેમ ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર બનશે. નોંધનીય છે કે,આવતીકાલ તા. 20 સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે ગુજરાત સરકાર દ્વારા "Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ પર જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો...