શોધખોળ કરો
પાંચ રાજ્યોની હાર પર ભાજપના આ દિગ્ગજ નેતાએ કહ્યું- નિષ્ફળતાની જવાબદારી લે પાર્ટીનું નેતૃત્વ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે કહ્યું હતું કે, નેતૃત્વએ હાર અને નિષ્ફળતાઓની જવાબદારી લેવી જોઇએ. ભાજપના નેતા ગડકરીએ કહ્યું કે, સફળતાની જેમ કોઇ નિષ્ફળતાની જવાબદારી લેવા માંગતા નથી. સફળતાના અનેક દાવેદારો હોય છે પરંતુ નિષ્ફળતામાં કોઇ સાથે હોતું નથી. સફળતાનો શ્રેય લેવા માટે લોકોની હોડ જામે છે પરંતુ નિષ્ફળતાને કોઇ સ્વીકાર કરતું નથી. તમામ લોકો બીજા તરફ આંગળી બતાવે છે. નીતિન ગડકરી પૂણે જિલ્લા શહેરી સહકારી બેન્ક અસોસિયેશન લિમિટેડ દ્ધારા આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ગડકરીએ કહ્યું કે, રાજનીતિમાં જ્યારે પણ હાર મળે છે ત્યારે કમિટિ બને છે પરંતુ જ્યારે જીત મળે છે ત્યારે કોઇ પૂછનાર નથી હોતું કારણ કે જીતના તમામ હકદાર હોય છે, હારની જવાબદારી લેવા માટે કોઇ તૈયાર નથી. ગડકરીએ કહ્યું કે, રાજનીતિમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ઉમેદવાર મળે ત્યારે બહાના બનાવે છે કે પોસ્ટર મળ્યું નહોતું, પાર્ટી પાસેથી પૈસા માંગ્યા હતા પરંતુ આપ્યા નહોતા. મોટા નેતાની સભા માંગી હતી પરંતુ અમને મળી નહોતી અથવા રદ કરી દેવામાં આવી હતી. આ કારણોને લીધે હાર મળી છે. ગડકરીએ કહ્યું કે, હું એવા નેતાઓને કહીશ કે તમે ચૂંટણી હારી ગયા કારણ કે તેમાં પક્ષ અને તમે પોતાના લોકોનો વિશ્વાસ મેળવવામાં પાછા રહી ગયા છો જેથી ચૂંટણીમાં તમારી હાર થઇ છે. એટલા માટે હારની જવાબદારી તમે લો અને બીજા પર જવાબદારી નાખો નહીં.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















