PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવને ભારતનો સૌથી વિશ્વાસુ મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે, ભારત દરેક કટોકટીમાં 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે ઊભું રહ્યું છે.

PM Modi in Maldives:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું કે, ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને સૌથી વિશ્વસનીય મિત્ર છે. તેમણે કહ્યું કે ભારતની "પડોશી પ્રથમ" નીતિ અને "સમુદ્ર" દ્રષ્ટિકોણમાં માલદીવનું વિશેષ સ્થાન છે.
"પાડોશી પ્રથમ" અને "મહાસાગર"વિજનમાં માલદીવની મહત્વપૂર્ણ ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું કે, ભારતની 'પડોશી પ્રથમ' નીતિ અને "મહાસાગર" દ્રષ્ટિકોણમાં માલદીવનું મહત્વપૂર્ણ સ્થાન છે. મહામારીનો સમય હોય કે, આપત્તિનો સમય, ભારતે કોવિડ પછી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડીને અને અર્થતંત્રને સંભાળીને માલદીવને ટેકો આપ્યો.
રાજદ્વારી સંબંધો અને ઐતિહાસિક ભાગીદારીના 60 વર્ષ
આ વર્ષ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા સંબંધો માત્ર 60 વર્ષ જૂના નથી, પરંતુ ઇતિહાસના ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આ પ્રસંગે, બંને દેશોની પરંપરાગત બોટ પર આધારિત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભાગીદારીનું પ્રતીક છે.
#WATCH | Malé, Maldives: PM Narendra Modi says, "In the sector of defence and security, mutual cooperation is the symbol of mutual trust. The building of Defence Ministry, which is being inaugurated today, is a trusted, concrete building. It is a symbol of our strong partnership.… pic.twitter.com/KObVWxFAF0
— ANI (@ANI) July 25, 2025
ભારતે માલદિવનું શું-શું આપ્યું
માલદીવ્સ પાસેથી ભારતને શું મળ્યું? ભારત સરકારે માલદીવ્સને 4,850 કરોડ રૂપિયાની નવી લોન સહાય આપી છે. આ પગલું ભારત અને માલદીવ્સ વચ્ચેનો સંબંધને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું છે. આ નાણાકીય સહાય હેઠળ, માલદીવને વિકાસ પ્રોજેક્ટ્સ માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવશે, જે માલદીવની આર્થિક સ્થિરતા અને વિકાસ દરમાં સુધારો કરશે.
આ સાથે, ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર (IMFTA) પર પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપશે. IMFTA દ્વારા, માલદીવના ઘણા ઉત્પાદનોને ભારતીય બજારમાં પ્રવેશ મળશે, જ્યારે ભારતીય ઉત્પાદનો માલદીવમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
પીએમ મોદીએ માલદીવ માટે લગભગ 5,૦૦૦ કરોડ રૂપિયા (565 મિલિયન ડોલર) ની "ક્રેડિટ લાઇન" ની જાહેરાત કરી, જેનો ઉપયોગ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને "વિશ્વાસનું મજબૂત નિર્માણ" પણ ગણાવ્યું. તેમણે માલદીવ સંરક્ષણ મંત્રાલયની નવી ઇમારતને પરસ્પર વિશ્વાસનું પ્રતીક ગણાવી.
મુઇઝુએ ખુશી વ્યક્ત કરી
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું, 'ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થવાની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પહેલ આપણી આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.





















