શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યએ 6 ઓગસ્ટ સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો વિગત
રાજ્ય સરકારે મંજૂરી વગર કોઈપણ ખાનગી લેબ કે હોસ્પિટલમાં કોરોનાની તપાસ માટે રેપિડ એંટિબોડી ટેસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તપાસ કરતાં પકડાવા પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
રાયપુરઃ છત્તીસગઢમાં કોરોના સંક્રમણના વધતા મામલાને લઈ રાજ્ય સરકારે લોકડાઉન છ ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંત્રીઓ સાથે કેબિનેટ મીટિંગ બાદ આ નિર્ણય લીધો હતો.
છત્તીસગઢના મંત્રી રવિન્દ્ર ચૌબેએ જમાવ્યું, રાજ્યની આજે યોજાયેલી કેબિનેટ મીટિંગમાં કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત જિલ્લામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે હાલ 9 દિવસ માટે લોકડાઉન વધાર્યું છે. આ ઉપરાંત સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાનો પણ ફેંસલો કર્યો છે.
રાજ્ય સરકારે મંજૂરી વગર કોઈપણ ખાનગી લેબ કે હોસ્પિટલમાં કોરોનાની તપાસ માટે રેપિડ એંટિબોડી ટેસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તપાસ કરતાં પકડાવા પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ અંગે સ્વાસ્થ્ય વિભાગે તમામ જિલ્લા મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છત્તીસગઢમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7450 પર પહોંચી છે. 43 લોકોના મોત થયા છે અને 4944 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં હાલ 2,463 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement