દરેક રાશન કાર્ડ ધારકને મળશે રૂપિયા 3000, આ રાજ્ય સરકારે લીધો નિર્ણય
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, પુડ્ડુચેરીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 15,475 છે. જ્યારે 81,336 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 1408 લોકોના કોરોનાથી મોત થયા છે.
પુડ્ડુચેરીઃ દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા કર્ણાટક સરકારે લોકડાઉન પેકેજ જાહેર કર્યું હતું. આ દરમિયાન પુડ્ડુચેરી સરકારે દરેક રાશન કાર્ડ ધારકને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરીછે. સરકારે આ જાહેરાત કરતાં જણાવ્યુ કે, તેનાથી લોકડાઉન દરમિયાન લોકોને પડેલી આર્થિક મુશ્કેલીમાંથી થોડી રાહત થશે.
સરકારે જણાવ્યું કે, આ યોજનાનો લાભ રાજ્યના 3,50,000 રાશનકાર્ડ ધારકોને મળશે. સરકારે આ માટે 105 કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. કોરોના વાયરસના કારણે અહીંયા સરકારે કોરોના કરફ્યૂ 31 મે સુધી વધાર્યો છે. પુડ્ડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંઠણીમાં ભાજપ ગઠબંધને સરકાર બનાવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, પુડ્ડુચેરીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 15,475 છે. જ્યારે 81,336 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 1408 લોકોના કોરોનાથી મોત થયા છે.
Rs 3,000 per ration card will be given to all the ration cardholders of Puducherry to alleviate the problems faced by the people during this lockdown period. Rs 105 crores will be distributed for 3,50,000 ration cardholders: Government of Puducherry#COVID19 pic.twitter.com/DEbl97sZjg
— ANI (@ANI) May 26, 2021
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
- કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
- કુલ મોત - 3 લાખ 11 હજાર 591
20 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 25 મે ના રોજ 22,17,320 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.