શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ અભિનેત્રી ભાજપની ટિકિટ પર રામપુરથી લડશે ચૂંટણી!
નવી દિલ્હીઃ એક સમયે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રામપુરથી સીટથી સાંસદ રહેલ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા આ વખતે ભાજપની ટિકિટ પર ત્યાંથી જ ચૂંટણી લડી શકે છે. ભાજપમાં રામપુર હાલના સાંસદ નેપાલ સિંહ અસ્વસ્થ્ય રહેવા અને વધુ ઉંમરને કારણે તેમની જગ્યાએ કોઈ અન્યને ટિકિટ આપવા પર ઘણાં સમયથી વિચાર ચીલ રહ્યો હતો.
સૂત્રો મુજબ જયા પ્રદા જલ્દી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે અને તેઓ રામપુરથી ભાજપાની ઉમેદવાર બનશે અને ગંઠબંધનના ઉમેદવાર આજમ ખાંને ટક્કર આપશે.
રામપુર સીટ પર ચૂંટણી આ વખતે ઘણી મજેદાર રહેશે. બીજેપીએ 2014માં નેપાલ સિંહને રામપુરથી લોકસભાની ટિકિટ આપી હતી. નેપાલ સિહે ચૂંટણીમાં એસપીના કદાવર નેતા આજમ ખાનના ઉમેદવાર નસીર ખાનને હરાવ્યા હતા. જોકે આ વખતે જયા પ્રદા બીજેપીમાં સામેલ થશે તો તેઓ રામપુરથી પાર્ટી માટે ચૂંટણી લડી શકે છે. સૂત્રો મુજબ એક અન્ય ફેરફારમાં કોંગ્રેસે અમરોહાથી હવે સચિન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા તેમને રાશિદ અલ્વીને ટિકિટ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement