શોધખોળ કરો

Loksabha Election 2024: 5 વર્ષમાં 13 લાખમાંથી 4 કરોડ થઈ BJP સાંસદ તેજસ્વી સૂર્યાની સંપત્તિ 

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ગુરુવારે (4 એપ્રિલ) 183 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

Lok Sabha Election 2024:  દેશમાં હાલ લોકસભા ચૂંટણી  2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ગુરુવારે (4 એપ્રિલ) 183 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કેસી વેણુગોપાલ, કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી અને રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં ભાજપ કૉંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણીના પ્રચારમાં લાગ્યા છે.  

ભાજપ નેતા તેજસ્વી સૂર્યાએ બેંગલુરુ દક્ષિણથી ઉમેદવારી નોંધાવી હતી. તેજસ્વી સૂર્યાના નોમિનેશન વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હાજર હતા. સૂર્યાએ તેની એફિડેવિટમાં કુલ રૂપિયા 4.10 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપના સાંસદે કહ્યું કે તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી.

તેમની સંપત્તિ 2019ની લોકસભા ચૂંટણીમાં જાહેર કરાયેલા 13 લાખ રૂપિયા કરતાં 31.5 ટકા વધુ છે. સૂર્યાની કુલ સંપત્તિ 4.10 કરોડ રૂપિયા છે. તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 1.99 કરોડનું રોકાણ કર્યું છે. 1.79 કરોડથી વધુના શેર પણ ખરીદ્યા છે. સૂર્યાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે મોટા ભાગના પૈસા મ્યુચ્યુઅલ ફંડ અને શેરોમાં રોક્યા હતા અને બજારમાં તેજીના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો હતો.

ભાજપ નેતા તેજસ્વી સૂર્યા વ્યવસાયે વકીલ છે 

સૂર્યા બેંગલોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીગલ સ્ટડીઝના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ બીજેપી નેતા અને બસવનગુડીના ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમના ભત્રીજા છે. તેઓ બેંગલુરુ દક્ષિણના વર્તમાન સાંસદ છે. 2019માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર હરિપ્રસાદને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.

કર્ણાટકમાં ક્યારે થશે ચૂંટણી  ?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂને મતદાન થશે. જો કર્ણાટકની વાત કરીએ તો રાજ્યની 28 સીટો માટે બીજા અને ત્રીજા તબક્કામાં મતદાન થશે.

બીજા તબક્કામાં કર્ણાટકમાં ઉડુપી-ચિકમગલુર, હાસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્યા, મૈસૂર, ચામરાજનગર, બેંગ્લોર ગ્રામીણ, બેંગ્લોર ઉત્તર, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગ્લોર દક્ષિણ, ચિકબલપુર અને કોલારની બેઠકો પર મતદાન થશે. જ્યારે ત્રીજા તબક્કા માટે ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બીદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવંગેરે અને શિમોગાની બેઠકો પર મતદાન થશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget