Lok Sabha Election 2024: 'TMC એકલા જ 2024ની લોકસભા ચૂંટણી લડશે', વિપક્ષની એકતાના પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે
Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે. તેમણે ગુરુવારે (2 માર્ચ) કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. ટીએમસીનું ગઠબંધન જનતા સાથે રહેશે.
બેનર્જીએ કહ્યું હતું કે તે લોકોના સમર્થનથી 2024ની લોકસભા ચૂંટણી લડશે." આવી સ્થિતિમાં મને ખાતરી છે કે જે પણ ભાજપને હરાવવા માંગે છે તે ટીએમસીને મત આપશે. તેમણે વધુમાં દાવો કર્યો કે લોકો તેમની સાથે છે. 2024માં પણ આવું જ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આગામી દિવસોમાં ઘણા વિપક્ષી નેતાઓ ભાજપ વિરુદ્ધ એકસાથે થવા માટે રેલી કરી રહ્યા છે, પરંતુ TMC દ્વારા એકલા ચૂંટણી લડવાની જાહેરાત ચિંતા વધારી શકે છે. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને બુધવારે (1 માર્ચ) તેમના જન્મદિવસ પર ચેન્નઈમાં રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ નેતાઓએ ભાજપ સામે એક થવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર મમતા બેનર્જીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં TMCને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે આ બેઠક જીતી છે. TMCના દેવાશિષ બેનર્જી બીજા નંબર પર હતા. આ ચૂંટણી પરિણામ પર મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસ-સીપીઆઈ(એમ) અને ભાજપ વચ્ચે અનૈતિક ગઠબંધન છે. જેના કારણે તેની જીત થઈ છે.
તેમણે કહ્યું કે સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે તેના વોટ કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા છે. કોગ્રેસ નેતા બાયરન બિસ્વાસને 97 હજાર 667 વોટ મળ્યા અને ટીએમસીના દેવાશિષ બેનર્જીને 64 હજાર 681 વોટ મળ્યા હતા. ત્રીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર દિલીપ શાહને 25 હજાર 815 મત મળ્યા હતા.
Assembly Election Results 2023: હવે ઉત્તર પૂર્વ ન તો દિલ્લીથી દૂર છે કે ન તો દિલથી: PM મોદી
Assembly Election Results 2023: પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી દિલો વચ્ચેના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા. આપણા કેટલાક શુભચિંતકો એવા છે કે જેમને ચિંતા છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? પરિણામો આવ્યા ત્યાં સુધી મેં ટીવી જોયું નથી અને એ પણ જોયું નથી કે ઈવીએમને ગાળો ભાંડવાની શરુ થઈ કે નહીં.
અમે ચૂંટણીમાં મોટો બદલાવ જોયો - પીએમ
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં એવી હાલત હતી કે એક પાર્ટી સિવાય બીજી પાર્ટીનો ઝંડો પણ ફરકાવી શકાતો ન હતો. જો કોઈએ તેને લગાવવાનો પ્રયાસ કરતા તો તેને લોહીલુહાણ કરવામાં આવતા. આ વખતે આ ચૂંટણીઓમાં આપણે કેટલું મોટું પરિવર્તન જોયું છે. હવે આપણે ઉત્તરપૂર્વને નવી દિશામાં આગળ વધતા જોઈ રહ્યા છીએ.