શોધખોળ કરો

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

જો તમારા ઘરે PNG અને LPG એમ બંને કનેક્શન છે, તો હવે LPG સિલિન્ડર જમા કરાવવું પડશે. કાળાબજાર રોકવા સરકારે નિયમો કડક બનાવ્યા, ડિલિવરી માટે OTP પણ ફરજિયાત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એક ઘર, એક LPG કનેક્શનનો નિયમ હવે સખત કરાયો.
  • PNG કનેક્શન ધરાવતા ઘરોમાં LPG સિલિન્ડર નહીં મળે.
  • ડ્યુઅલ કનેક્શન રદ થશે, OTP થી સિલિન્ડર મળશે.
  • LPG છોડનારાઓને ટ્રાન્સફર વાઉચરનો લાભ મળશે.

New LPG Rules 2026: 1 જૂન, 2026 થી સરકાર રસોઈ ગેસ (LPG) કનેક્શનને લઈને ખૂબ જ કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે. 'એક ઘર, એક કનેક્શન' નીતિનો મુખ્ય હેતુ ગેસનું સંગ્રહખોરી, કાળાબજાર અને સબસિડીનો દુરુપયોગ રોકવાનો છે. દેશમાં PNG (પાઇપલાઇન ગેસ) કનેક્શન ઝડપથી વધી રહ્યા છે, પરંતુ લોકો હજુ પણ સિલિન્ડર પર વધુ આધાર રાખે છે. આંકડા મુજબ, PNG ઝુંબેશ શરૂ થયા પછી માર્ચ સુધીમાં આશરે 6.5 લાખ નવા કનેક્શન અપાયા હતા, પરંતુ વાસ્તવિક ગેસ વપરાશમાં 18% નો ઘટાડો નોંધાયો હતો; એટલે કે ઘણા લોકોએ કનેક્શન તો લીધા પણ તેનો ઉપયોગ શરૂ કર્યો ન હતો. આ જ સમસ્યાઓને પહોંચી વળવા માટે સરકારે હવે એકસાથે ઘણા નિયમો બદલ્યા છે.

હવે ડ્યુઅલ કનેક્શન બિલકુલ નહીં ચાલે

સરકારે 'એક ઘર, એક કનેક્શન' નો નિયમ હવે એકદમ કડક બનાવી દીધો છે. જે લોકોના ઘરે પહેલેથી જ PNG ગેસની લાઈન છે, તેમણે હવે પોતાનું LPG સિલિન્ડર કનેક્શન ફરજિયાત પાછું આપવું પડશે. ઓઈલ કંપનીઓએ એવા ઘરોનું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે જ્યાં PNG અને LPG બંનેનો ઉપયોગ થઈ રહ્યો છે. જો તમારા વિસ્તારમાં PNG ની લાઈન આવી ગઈ છે અને તમે હજુ પણ સિલિન્ડર વાપરો છો, તો તમારું LPG કનેક્શન અસ્થાયી રૂપે સસ્પેન્ડ કે કાયમ માટે રદ થઈ શકે છે.

નવા નિયમ મુજબ આ ફેરફારો થશે:

એક સરનામું, એક કનેક્શન: એક જ સરનામે અથવા ઘરમાં હવે માત્ર એક જ એક્ટિવ ગેસ કનેક્શન રાખી શકાશે.

LPG અને PNG સાથે નહીં વાપરી શકાય: જે ઘરોમાં PNG કનેક્શન એક્ટિવ છે, તેઓ હવે એકસાથે બાટલાનો (LPG) ઉપયોગ નહીં કરી શકે.

કનેક્શન બ્લોક થઈ જશે: જો તમારા ઘરમાં બંને કનેક્શન છે, તો તમારે જાતે જ LPG સિલિન્ડર પરત કરવું પડશે. જો આમ નહીં કરો તો તેલ કંપનીઓ તમારું કનેક્શન બ્લોક કરી દેશે.

LPG કનેક્શન છોડનારાઓ માટે 'ટ્રાન્સફર વાઉચર' નો ફાયદો

જે ગ્રાહકો PNG અપનાવીને પોતાનું જૂનું LPG કનેક્શન રદ કરાવશે, તેમને ગેસ એજન્સી તરફથી એક 'ટ્રાન્સફર વાઉચર' આપવામાં આવશે. આ વાઉચરનો સૌથી મોટો ફાયદો એ છે કે, ભવિષ્યમાં જો તમારે નોકરી કે અન્ય કોઈ કારણસર એવી જગ્યાએ રહેવા જવું પડે જ્યાં PNG ની સુવિધા નથી, તો આ વાઉચરની મદદથી તમે કોઈપણ ઝંઝટ વગર જૂનું LPG કનેક્શન ફરીથી ચાલુ કરાવી શકશો.

આ પણ વાંચોઃ LPG Price Cut: શું હવે એલપીજી ગેસના ભાવ ઘટશે? ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો વિગત

રિફિલિંગ અને ડિલિવરીના નવા કડક નિયમો

નવો લોક-ઇન સમયગાળો: સિલિન્ડરની અછત અને દુરુપયોગ રોકવા માટે ગેસ બુકિંગના દિવસો વધારી દેવાયા છે. શહેરી વિસ્તારોમાં હવે તમે 25 દિવસ પહેલાં બીજો સિલિન્ડર બુક નહીં કરાવી શકો (અગાઉ આ સમય 21 દિવસ હતો). જ્યારે ગ્રામીણ વિસ્તારો માટે આ સમયગાળો 45 દિવસનો નક્કી કરવામાં આવ્યો છે.

ડિલિવરી માટે OTP ફરજિયાત: હવે સિલિન્ડર લેતી વખતે માત્ર કાગળની પહોંચ બતાવવી પૂરતી નથી. તમે ગેસ બુક કરાવશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' (OTP) આવશે. જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર આપવા આવે, ત્યારે તેને આ કોડ આપવો ફરજિયાત છે. આનાથી ખોટા બુકિંગ અને ગેસ ચોરી અટકાવી શકાશે.

આ પણ વાંચોઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો

Frequently Asked Questions

1 જૂન, 2026 થી LPG અને PNG કનેક્શનના નવા નિયમો શું છે?

1 જૂન, 2026 થી 'એક ઘર, એક કનેક્શન' નીતિ લાગુ થશે. જે ઘરોમાં PNG કનેક્શન છે, ત્યાં LPG સિલિન્ડર કનેક્શન નહીં રાખી શકાય.

એક ઘરમાં કેટલા ગેસ કનેક્શન રાખી શકાય?

હવે એક સરનામે અથવા ઘરમાં માત્ર એક જ એક્ટિવ ગેસ કનેક્શન રાખી શકાશે. PNG અને LPG બંને એકસાથે વાપરી શકાશે નહીં.

જો મારા ઘરે PNG અને LPG બંને કનેક્શન હોય તો શું થશે?

જો તમારા ઘરમાં બંને કનેક્શન છે, તો તમારે જાતે જ LPG સિલિન્ડર પરત કરવું પડશે. નહીંતર, તેલ કંપનીઓ તમારું LPG કનેક્શન બ્લોક કરી દેશે.

LPG કનેક્શન છોડીને PNG અપનાવનાર ગ્રાહકોને શું ફાયદો થશે?

જે ગ્રાહકો LPG કનેક્શન રદ કરાવીને PNG અપનાવશે, તેમને 'ટ્રાન્સફર વાઉચર' મળશે. આ વાઉચરથી ભવિષ્યમાં PNG સુવિધા ન હોય તેવી જગ્યાએ LPG કનેક્શન ફરી ચાલુ કરાવી શકાશે.

LPG સિલિન્ડર રિફિલિંગ અને ડિલિવરીના નવા નિયમો શું છે?

શહેરી વિસ્તારોમાં બીજો સિલિન્ડર 25 દિવસ પહેલાં બુક નહીં કરાવી શકાય. સિલિન્ડર લેતી વખતે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો OTP બતાવવો ફરજિયાત છે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget