(Source: ECI/ABP News/ABP Majha)
લખનઉમાં ઈ-રિક્ષાની બેટરીમાં થયો બ્લાસ્ટ, મા-દિકરા સહિત 3 લોકોના દર્દનાક મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં BBD પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ઈ-રિક્ષાની બેટરી ફાટતાં એક મહિલા અને તેના માસૂમ પુત્ર અને ભત્રીજીનું મોત થયું હતું.
Lucknow E-Rickshaw Blast News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં BBD પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ઈ-રિક્ષાની બેટરી ફાટતાં એક મહિલા અને તેના માસૂમ પુત્ર અને ભત્રીજીનું મોત થયું હતું. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) અભય પ્રતાપ મલ્લાએ 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે બીબીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં ઈ-રિક્ષાની બેટરી ફાટતાં ઈ-રિક્ષા ચાલકની પત્ની અને માસૂમ પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈ-રિક્ષા ચાલક અંકિત કુમાર ગોસ્વામીની પત્ની રોલી (25) તેની પુત્રી સિયા (આઠ), પુત્ર કુંજ (ત્રણ) અને સાત મહિનાના પુત્ર છોટુ અને ભત્રીજી રિયા (નવ) સાથે અહીં રહેતી હતી. બીબીડીના નિવાજપુરવા ખાતે તેઓના ભાડાના મકાનમાં સૂતા હતા BBD પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) વિનય કુમાર સરોજે જણાવ્યું હતું કે, 'ઈ-રિક્ષા ચાલકે ઈ-રિક્ષાની કેટલીક બેટરીઓ તેના ઘરની અંદર ચાર્જ કરવા માટે મૂકી હતી. પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે ગુરુવારે સવારે લગભગ 5 વાગ્યે ઓવરચાર્જિંગને કારણે એક બેટરી ફાટી ગઈ હતી.
એસએચઓએ જણાવ્યું કે તે સમયે અંકિત શૌચ કરવા માટે ઘરની બહાર ગયો હતો, તેથી તે માંડ માંડ બચી ગયો હતો પરંતુ તેની પત્ની રોલી અને રૂમમાં હાજર ચાર બાળકો ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસએચઓએ જણાવ્યું કે રોલી તેનો પુત્ર કુંજ અને ભત્રીજી રિયાનું ગુરૂવારે રાત્રે મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે તેનો સાત મહિનાનો પુત્ર અને આઠ વર્ષની પુત્રી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પરિવાર બારાબંકીનો રહેવાસી હતો અને તેણે BBDમાં એક મકાન ભાડે રાખ્યું હતું.
આવી રહી છે મારુતિની પહેલી Suv eVX કાર, એક વખત ચાર્જિંગમાં ચાલશે 550KM
દુનિયાની સાથે ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઓટોમોબાઈલ કંપનીઓ દરરોજ નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે. આ સંબંધમાં મારુતિ પણ પોતાની eVX લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ પોતાની ઓફિશિયલ સાઈટ પર આ કાર વિશે જાહેરાત પણ કરી છે. કંપની આ કારને લઈને ઘણા મોટા ફેરફાર પણ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો કંપની આ ઇલેક્ટ્રિક એસયુવીને નવા પ્લેટફોર્મ પર બનાવી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મારુતિએ જે કારને eVX તરીકે રજૂ કરી હતી તે એક પ્રોટોટાઇપ હતી. તમને જણાવી દઈએ કે આ વખતે ઘણા એડવાન્સ ફીચર્સ પણ જોવા મળવાના છે. આવો જાણીએ આ ઇલેક્ટ્રિક SUV વિશેની તમામ માહિતી.
કંપનીના અહેવાલ મુજબ, આ ઇલેક્ટ્રિક SUV eVX ને એરોડાયનેમિક સિલુએટ, લાંબા વ્હીલ બેઝ, ટૂંકા ઓવરહેંગ્સ અને વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે કંપની આ SUV સાથે મોટો દાવ રમવાના મૂડમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં આ ઈલેક્ટ્રિક SUVના લોન્ચિંગની સીધી ટક્કર ટાટાની નેક્સોન સાથે થશે. ક્યાંક, મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક વાહનના મામલે એક હથ્થું શાસન કરવાનો વિચાર કરીને આ SUV લોન્ચ કરવા જઈ રહી છે.
ઇલેક્ટ્રિક Suv evx ફિચર્સથી ભરપૂર હશે
આ વખતે ફીચર્સની બાબતમાં પણ કોઈ કમી નહીં રહે. તમને જણાવી દઈએ કે કંપની દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વખતે મારુતિ આ ઇલેક્ટ્રિક SUVને પ્રીમિયમ અને લક્ઝરી SUV બનાવવા માંગે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઈલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જમાં 550 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ હશે. બીજી તરફ બેટરીની વાત કરીએ તો તેમાં 60 kWhની પાવરફુલ બેટરી મળવાની આશા છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે કંપની બેટરીને લઈને કેટલીક ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.