Election 2023: બીજેપીએ મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ લીસ્ટ
Election 2023: ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાર્ટી આની તૈયારીમાં વ્યસ્ત છે.
Election 2023: ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાર્ટી આની તૈયારીમાં વ્યસ્ત છે. ગુરુવારે પહેલી યાદી જાહેર કરતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં 39 અને છત્તીસગઢમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વાસ્તવમાં બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.
BJP releases the first list of 21 candidates for the upcoming Chhattisgarh Assembly Elections. pic.twitter.com/7vhoSgfbCY
— ANI (@ANI) August 17, 2023
આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત તમામ નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં બંને રાજ્યોની ચૂંટણી ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ પછી જ ભાજપની ચૂંટણી ટીમની જાહેરાત પહેલા રાજસ્થાનમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.
BJP releases first list of candidates for the upcoming #MadhyaPradesh Assembly elections. pic.twitter.com/qvGgMRyh4B
— Press Trust of India (@PTI_News) August 17, 2023
આ રીતે બેઠકોની વહેચણી કરવામાં આવી
ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્ય બેઠકો અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સૂત્રોનું માનીએ તો રાજ્યોની સીટોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમને A, B, C અને D કેટેગરીમાં રાખવાની ચર્ચા થઈ હતી. ટિકિટની વહેંચણીને સરળ બનાવવા માટે વિધાનસભાની બેઠકોને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. A કેટેગરીમાં એવી સીટો રાખવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વારંવાર જીતતા હોય છે. બી કેટેગરીમાં એવી એવી સીટો રાખવામાં આવી છે, જેમાં ગત ચૂંટણીમાં હાર-જીત થતી રહી છે. C કેટેગરીમાં એવી વિધાનસભા સીટો રાખવામાં આવી છે જેમાં બે વખત ઉમેદવાર હારી ગયા હો. તો બીજી તરફ, D કેટેગરીમાં એવી બેઠકો રાખવામાં આવી છે, જ્યાં ભાજપ ક્યારેય જીતી શક્યું નથી અને જ્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે.
આ 2018માં છત્તીસગઢ ચૂંટણીનું પરિણામ કેવું હતું
2018માં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી. તો બીજી તરફ કોંગ્રેસે સૌથી વધુ 68 વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવી છે. હવે ભાજપ અનેક મુદ્દાઓની તૈયારીમાં વ્યસ્ત છે અને જે બેઠકો પર તે હારી છે તેના કારણો શોધીને આગળની રણનીતિ બનાવી રહી છે.