Crime :પહેલી નોકરીની ખુશી મનાવતા એન્જિનિયરને પોલીસે માર્યો ઢોર માર, યુવકના મોત પર ચૌકાવનારા ખુલાસા
Bhopal News: એન્જિનિયર ઉદિતને પોલીસે માર મારવાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, FIRમાં પોલીસ માર મારવાનો ઉલ્લેખ નથી. મૃતક એન્જિનિયરના સાળા DSP છે.

Bhopal News:મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ બાદ, ભોપાલમાં એક એન્જિનિયર પર હુમલો કરનારા બે કોન્સ્ટેબલો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મારપીટના પરિણામે એન્જિનિયરનું મૃત્યુ થયું હતું. બંને આરોપી કોન્સ્ટેબલોની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ એન્જિનિયર મુદિતને લાકડીથી માર મારતો જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉદિત પહેલી નોકરી મળ્યાની પાર્ટી મિત્રો સાથે એન્જોય કરતા હતો પોલીસનો આરોપ છે કે તેની કારમાંથી નસીલા પદાર્થ પણ હતા, પોલીસે રાત્રે પાર્ટી કરતા આ મિત્રોને પકડ્યાં હતા અને ઉદિતને માર માર્યો હતો ેજની સારવાર દરમિયાન મોત થઇ ગયું
બંને કોન્સ્ટેબલની ધરપકડ
આ ઘટના ભોપાલમાં બની હતી. સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ શનિવારે રાત્રે પીપલાણી પોલીસ સ્ટેશનમાં આરોપી કોન્સ્ટેબલો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે રાત્રે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરશે અને પછી જેલમાં મોકલી દેવામાં આવશે. હાલમાં, આરોપી કોન્સ્ટેબલ સંતોષ બામણિયા અને સૌરભ આર્ય પોલીસ કસ્ટડીમાં છે.
FIRમાં આરોપોને હળવા કરવામાં આવ્યાનો આક્ષેપ
FIR માં બંને કોન્સ્ટેબલો સામેના આરોપોને હળવા કરવાનો પોલીસ પર આરોપ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, એન્જિનિયર ઉદિતનું મોત પોલીસના માર મારવાથી થયું હતું. ઉદિતના શરીર પર 16 ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જોકે, પીપલાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં પોલીસ દ્વારા માર મારવાનો ઉલ્લેખ નથી. આ પોલીસ તપાસ પર પ્રશ્નો ઉભા કરે છે.
પોલીસે ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો
કોન્સ્ટેબલ સંતોષ બામણિયાએ પણ ઉદિતના મૃત્યુ બાદ લાગેલા આરોપો પર સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે કારની બહાર ઉભેલો યુવક પોલીસને જોઈને ભાગી ગયો હતો. આ દરમિયાન તેનો સાથી સૌરભ તેની પાછળ દોડ્યો. યુવક બીજા વાહન સાથે અથડાઈ ગયો અને પડી ગયો. જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તે અપશબ્દો બોલ્યો અને તેનો ગણવેશ ઉતારવાની ધમકી આપી. ઘટના દરમિયાન તેઓએ હળવો બળપ્રયોગ કર્યો. સવારે યુવકનો મૃત્યુના સમાચાર મળ્યાં.
ઉદિત કોણ હતો?
ઉદિતે તાજેતરમાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે મિત્રો સાથે કારમાં પાર્ટી કરી રહ્યો હતો. તેના માતા-પિતા નોકરી કરે છે. તેનો સાળો ડીએસપી છે. ઉદિત તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેને એટલી ગંભીર રીતે મારવામાં આવ્યો ન હતો કે તેનું મૃત્યુ થાય.
પરિવારે આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પિતાએ કહ્યું, "અમને ખબર નથી કે તેનું શું થયું. અમે સરકારને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરીએ છીએ




















