શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર 18 પાસે આગની ઘટના બની હતી.

Maha Kumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર 18 પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સેક્ટર 18, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગ લાગી હતી.

પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર  કાબૂ મેળવી  લેવામાં આવ્યો  હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે. 

ઘટનાસ્થળે જાહેરાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ જાનહાનિ નથી અને બધું નિયંત્રણમાં છે. બધાએ એસેમ્બલી પોઈન્ટ પર આવવું જોઈએ. આગ લાગ્યા બાદ પોન્ટૂન બ્રિજ નંબર 18 પર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી.

સેક્ટર 18માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે ભીડ છે. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ તરીકે કામ કરી, કેટલાક સ્થળોએ રસ્તો બ્લોક કર્યો અને અન્ય સ્થળોએ માર્ગ ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી.  

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

આગની ઘટનાના કારણે અંદાજે 20 ડેટલા ટેન્ટ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાસ્થળે હાજર ચીફ ફાયર ઓફિસરે  જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આગને કાબુમાં લેવામાં લોકોએ પણ સહયોગ આપ્યો હતો. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.  પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. મંડપનો થોડો ભાગ બળી ગયો હતો.              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ

સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ

યુવાઓ માટે રેલવે કોચ ફેક્ટરીમાં કામ કરવાની તક, 10 અને 12 પાસ કરી શકશે અરજી

ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખ્ખા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
યુવાઓ માટે રેલવે કોચ ફેક્ટરીમાં કામ કરવાની તક, 10 અને 12 પાસ કરી શકશે અરજી
યુવાઓ માટે રેલવે કોચ ફેક્ટરીમાં કામ કરવાની તક, 10 અને 12 પાસ કરી શકશે અરજી
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?

કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?

WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું

IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ

Embed widget