શોધખોળ કરો
Advertisement
સચિન, લતા મંગેશકર સહિતના સેલેબ્સના ટવિટ મુદ્દે મહારાષ્ટ્ર સરકારે શું કર્યો મોટો નિર્ણય, જાણો
ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર સિંગર રિહાનાના ટવિટ બાદ સેલેબ્સે કરેલા ટવિટ મુદ્દે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર: ખેડૂત આંદોલન સમર્થનમાં પોપ સ્ટાર સિંગર રિહાના ટવિટ બાદ બોલિવૂડ અને રમત જગત સાથે જોડાયેલી હસ્તીઓએ રિહાના ટવિટનો જવાબ આપતા ટવિટ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે સેલિબ્રિટિઝ દ્વારા થયેલા ટવિટની તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, રિહાના ટવિટ બાદ અક્ષય કુમાર, અજય દેવગણ, સચિન તેંડુલકરે ટવિટ કર્યું હતું. આ ટવિટમાં તેમણે ઇન્ડિયા ટૂગેઘર અને ઇન્ડિયા અગેસ્ટ પ્રોપેગેન્ડાનો હૈશટેગ પણ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે ટવિટ સામે ઇન્ટેલિજેન્સ વિભાગની તપાસ કરાવવાનો નિર્ણય લીઘો છે, વિભાગ એ વાતની તપાસ કરાવશે કે, શું આ સેલિબ્રિટિઝને કોઇના દબાણમાં આવીને ટવિટ કર્યું છે. આ ટવિટ મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્ચું હતું કે મોટાભાગની ટવિટની એક જ પેર્ટન્ટ છે. આ કારણે જ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ પણ સેલેબ્સના ટવિટ પર સવાલ ઉઠાવ્યાં છે.
મનસેના પ્રમુખ રાજ ઠાકરેઆ આ મુદ્દે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભારત રત્ન સન્માનિત લતા મંગેશકર અને સચિનને સરકારના વલણ તરફી ટવિટ કરવા માટે દબાણ ન હતું કરવુ જોઇએ. તેમની પ્રતિષ્ઠાના દાવ પર ન લગાવી જોઇએ. હવે તેમન સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેમના અભિયાન માટે અક્ષય કુમાર સુધીના ઉપયોગને સીમિત રાખવું જોઇએ.
શું છે મામલો? સચિન લતા સહિત હસ્તીઓએ શું કર્યું હતું ટવિટ
ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર રિહાનાએ ટવિટ કર્યું હતું ત્યારબાદ ગૃહમંત્રાલયથી નિવેદન જાહેર કરાયું હતું કે, ઉતાવળે પ્રતિક્રિયા આપતા પહેલા તથ્યોની તપાસ કરવી જોઇએ. ત્યારબાદ સરકારના વલણના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સે ટવિટ કર્યાં હતા. આ મુદ્દે ઉદ્ધવ સરકારે સવાલ ઉઠાવ્યા છે અને સરકાર પર સેલેબ્સનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ સરકારે ટવિટ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement