શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ 3 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 8348 નવા કેસ
બીએમસી અનુસાર, મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કેસ એક લાખ 178 સામે આવ્યા છે.
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ શનિવારે ત્રણ લાખને પાર પહોંચી ગયા છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8348 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 લાખ 973 થઈ ગઈ છે. જેમાંથી 1 લાખ 65 હજાર 663 દર્દી સારવાર બાદ સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 144 લોકોનાં મોત થયા છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 11, 596 થઈ ગઈ છે. શનિવારે 5307 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
એકલા મુંબઈમાં કોરોનાના કેસ એક લાખને પાર
મુંબઈમાં નવા 1199 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના કારણે 65 લોકોનાં મોત થયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કેસ એક લાખ 178 સામે આવ્યા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 24039 છે અને 5647 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં કોરોના કેસની સંખ્યા 2,444 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement