શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: પરભણીના પોલ્ટ્રી ફાર્મમાં 900 મરઘીના મોત થયા
ઓરંગાબાદ: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુરમ્બા ગામ સ્થિત પોલટ્રી ફાર્મમાં 900 મુરઘીના મોત થયા છે.
ઓરંગાબાદ: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુરમ્બા ગામ સ્થિત પોલટ્રી ફાર્મમાં 900 મરઘીના મોત થયા છે.પરભણીના જિલ્લા અધિકારી દીપક મુલગીકરએ એકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મોતનું યોગ્ય કારણ જાણવા માટે નમૂનાને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મુલગીકરે જણાવ્યું કે બે દિવસમાં મરાઠવાડા વિસ્તારના મુરમ્બા ગામમાં 900 મરઘીના મોત થયા છે. અમે તમામ મરઘીના નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે. તેમણે કહ્યું કે જે પોલ્ટ્રી ફોર્મમાં મરઘીના મોત થયા તેને સ્વયં સહાયેતા સમૂહ ચલાવે છે.
મુલગીકરે જણાવ્યું આ પોલ્ટ્રી ફોર્મમાં આશરે આઠ હજાર મરઘી છે. 900 મરઘીના મોત બે દિવસમાં થયા છે. છેલ્લા 24 કલાકમાં એકે પણ મરઘીનું મોત નથી નોંધાયું.
જિલ્લાઅધિકારીએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ મરઘીના મોતનું કારણ ભોજન સંબંધિત લાગે છે પરંતુ નમૂનાની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યારે સુધીમાં ફ્લૂનો એક પણ કેસ સામે નથી આવ્યો. જ્યારે કેંદ્રએ આઠ જાન્યુઆેરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં છ રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion