શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
આજથી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતરશે દિગ્ગજ નેતાઓ, PM મોદી -રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી રેલીઓને સંબોધન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતરશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે.
![આજથી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતરશે દિગ્ગજ નેતાઓ, PM મોદી -રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી રેલીઓને સંબોધન Maharashtra assembly election 2019 PM Naredra Modi rahul Gandhi ot Address rally today આજથી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતરશે દિગ્ગજ નેતાઓ, PM મોદી -રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી રેલીઓને સંબોધન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/13080621/pm-modi-rahul-gandi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂટણીમાં મતદાતાઓને પોતાની આકર્ષવા માટે કૉંગ્રેસ ભાજપે સહિત તમામ પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતરશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે.
પીએમ મોદી આજે બપોરે 12 વાગ્યે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં રેલીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેના બાદ આજે 4 વાગ્યે ભંડારા જિલ્લાના સકોલીમાં બીજી રેલી કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી રાજ્યમાં કુલ નવ રેલીઓને સંબોધશે. પીએમ મોદી આગામી દિવસોમાં હરિયાણામાં પણ રેલીઓ કરશે.
બીજી તરફ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લાતુરમાં આજે પહેલી જનસભાને સંબોધશે. તેના બાદ મુંબઈના ચાંદીવલી અને ધારાવી વિસ્તારોમાં પણ પાર્ટી ઉમેદવારો માટે વોટ માંગશે. લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેઓ આજે ત્રણ જનસભા અને એક રોડ શો કરશે. ભાજપા વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે રેલીઓ કરશે. તેઓ હરિયાણામાં આજે ત્રણ રેલીને સંબોધન કરશે.
શિવસેના પ્રમુથ ઉદ્ધવ ઠાકરે પણ આજ મહારાષ્ટ્રમાં પાંચ ચૂંટણી જનસભાને સંબોધન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion