Maharashtra Corona Cases: મહારાષ્ટ્રના આ શહેરમાં મુંબઈથી પણ વધારે કેસ, એક જ દિવસમાં કોરોનાથી 87નાં મોત
પુણેમાં છેલ્લા 24 કલાકમાં મુંબઈથી પણ વધારે કેસ નોંધાયા છે. મુંબઈમાં રવિવારે કોરોનાના 9989 નવા કેસ અને 58 લોકોના મોત થયા હતા. જ્યારે પુણેમાં 12,377 નવા કેસ અને 87 લોકોને કોરોના ભરખી ગયો હતો.
મુંબઈઃ દેશમાં કોરોનાએ કાળો (Coroanvirus) કહેર વર્તાવ્યો છે. આ દરમિયાન સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. આજે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મુંબઈ, પુણે સહિતના અનેક શહેરોની સ્થિતિ ચિંતાજનક છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં મુંબઈથી પણ વધારે કેસ નોંધાયા છે. મુંબઈમાં રવિવારે કોરોનાના 9989 નવા કેસ અને 58 લોકોના મોત થયા હતા. જ્યારે પુણેમાં 12,377 નવા કેસ અને 87 લોકોને કોરોના ભરખી ગયો હતો.
8 દિવસનું કે 14 દિવસનું લોકડાઉન ?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી. બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની જરૂર છે. આવી સ્થિતિમાં મીટિંગ દરમિયાન બે પ્રકારના મંતવ્યો બહાર આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાની શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 62,394 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 349 લોકોના મોત થયા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34,07,245 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 27,82,161 છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,987 છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 5,65,587 છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
- કુલ મોત - એક લાખ 70 હજાર 179
દેશમાં છેલ્લા છ દિવસમાં નોંધાયેલા કેસ
- 11 એપ્રિલઃ 1,52, 879
- 10 એપ્રિલઃ 1,45,384
- 9 એપ્રિલઃ 1,31,968
- 8 એપ્રિલઃ 1,26,789
- 7 એપ્રિલઃ 1,15,736
- 6 માર્ચઃ 96,982
- 5 એપ્રિલઃ 1,03,558
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)