શોધખોળ કરો
Advertisement
Coronavirus: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 17433 નવા કેસ, વધુ 292 લોકોનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 739 થઈ ગઈ છે. અને અત્યાર સુધીમાં 25 હજાર 195 લોકોના મોત થઈ ચૂક્યા છે.
મુંબઈ: દેશમાં સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર થમી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી દીધો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અનુસાર, 17 હજાર 433 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 292 લોકોના મૃત્યુ થયું છે.
નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 739 થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 25 હજાર 195 લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે 13 હજારથી વધુ રિકવર થયા છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 37,69,523 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી 66,333 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 8,01,282 છે. જેમની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement