Coronavirus: મહારાષ્ટ્રમાં આ વર્ષે પ્રથમ વખત એક દિવસમાં 16 હજારથી વધુ નવા કેસ, 50ના મોત
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 16 હજાર 620 નવા કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. રાજ્યમાં નવા કેસની સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ન23 લાખ 14 હજાર 413 પર પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું 50 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 52 હાર 861 થઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 16 હજાર 620 નવા કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. રાજ્યમાં નવા કેસની સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ન23 લાખ 14 હજાર 413 પર પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું 50 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 52 હાર 861 થઈ છે.
મુંબઈમાં 1962 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કે 7 લોકોના મોત થયા હતા. લાતૂર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, રાજ્યમાં આજે 16 હજારથી પણ વધુ કેસ નોંધાતા રેકોર્ડ તૂટયો હતો.
મહારાષ્ટ્રના ઘણા શહેર અને જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે, સાથે જ લાતૂર જિલ્લામાં પણ તંત્ર દ્વારા નાઈટ કારફયુનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને રાત્રે 8 થી સવારે 5 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.
આજે મહારાષ્ટ્રમાં 16620 નવા કેસ સામે આવ્યા હતા, નોંધનીય છે કે છેલ્લા બે દિવસોમાં મહારાષ્ટ્રમાં 15 હજારથી પણ વધુ કેસ સામે આવી રહ્યા હતા, અને આજે 8861 દર્દીઓ ઠીક થઈને ઘરે પરત ફર્યા હતા, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 21,34,072 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હાલમાં 1,26,231 કેસ ઍક્ટિવ છે. રાજ્યમાં રિકવરી રેટ 92.21 ટકા છે.