શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાલાકોટ એર સ્ટ્રાઈક પર રક્ષામંત્રીએ કહ્યું- જો આપણી પાસે રાફેલ હોત તો.........
મુંબઈ પાસે થાણે જિલ્લાના મીરા ભાયંદરમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મહેતા માટે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા હાલમાં જ ફ્રાન્સમાં રાફેલ જેટ રિસિવ કરતી વખતે શસ્ત્ર પૂજા કરવાને લઈને બચાવ કર્યો હતો.
મુંબઈ: રક્ષામંત્રી રાજનાથ સિંહે સોમવારે મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, જો ભારત પાસે અગાઉથી રાફેલ લડાકુ વિમાન હોત તો ભારતીય સેનાને આતંકીઓની શિબિરોને નિશાન બનાવવા માટે પાકિસ્તાના બાલાકોટમાં ઘૂસવાની જરૂર નઇ પડતી. મુંબઈ પાસે થાણે જિલ્લાના મીરા ભાયંદરમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મહેતા માટે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા હાલમાં જ ફ્રાન્સમાં રાફેલ જેટ રિસિવ કરતી વખતે શસ્ત્ર પૂજા કરવાને લઈને બચાવ કર્યો હતો.
તેઓએ કહ્યું કે, જો આપણી પાસે રાફેલ ફાઈટર વિમાન હોત તો બાલાકોટમાં અંદર ઘૂસીને હુમલો કરવાની જરૂર પડતી નહીં, આપણે ભારતમાં બેઠા બેઠા બાલાકોટમાં હુમલો કરી શકતા હતા. રાજનાથસિંહ કહ્યું કે યુદ્ધ વિમાન માત્ર આત્મરક્ષા માટે છે ના કે આક્રમણ માટે.
શસ્ત્રપૂજાને લઈને થયેલા વિવાદ પર રાજનાથ સિંહે કહ્યું, મે રાફેલ વિમાન પર ૐ લખ્યું. એક નારિયેળ વધાર્યું, ૐ ક્યારેય ખતમ નહીં થનારા બ્રહ્માંડને દર્શાવે છે. રાજનાથસિંહે કહ્યું કે, તેઓએ પોતાના ધર્મઅનુંસાર આચરણ કર્યું. ઇસાઈ, મુસ્લિમ, શીખ જેવા અન્ય સમુદાયો વિભિન્ન શબ્દો સાથે પૂજા કરે છે. જ્યારે તેઓ શસ્ત્ર પૂજા કરી રહ્યાં હતા ત્યારે ઇસાઈ, મુસ્લિમ, શીખ, બૌધ જેવા સમુદાયોના લોકો પણ કાર્યક્રમમાં હાજર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion