(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: મહારાષ્ટ્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 3 નક્સલીઓ ઠાર, મોટી માત્રામાં સંદિગ્ધ વસ્તુઓ મળી આવી
Maharashtra Encounter: ગોળીબાર બંધ થયા બાદ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયરિંગ સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો - 1 AK47, 1 કાર્બાઇન અને 1 INSAS, નક્સલી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે.
Maharashtra Encounter News: મહારાષ્ટ્રના ગઢચિરોલી (Gadchiroli) માં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસે તેમની પાસેથી ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.
આજે સવારે વિશ્વસનીય સુત્રો પાસેથી માહિતી મળી હતી કે પેરીમીલી દલમના કેટલાક સભ્યો વર્તમાન TCOC સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામ નજીકના જંગલ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે.
એડીશનલ એસપી ઓપ્સ યતીશ દેશમુખના નેતૃત્વમાં C60ના બે એકમો તરત જ વિસ્તારની શોધખોળ માટે શરૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ટીમો વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે નક્સલવાદીઓ દ્વારા તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેનો અમારી C60 ટીમોએ જોરદાર જવાબ આપ્યો હતો.
ગોળીબાર બંધ થયા બાદ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયરિંગ સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો - 1 AK47, 1 કાર્બાઇન અને 1 INSAS, નક્સલી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે. મૃતદેહો મુખ્યત્વે ડીવીસીએમ વાસુ, પેરિમિલી દલમના પ્રભારી અને કમાન્ડરના છે. અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વધુ સર્ચ અને નક્સલ વિરોધી ઓપરેશન ચાલુ છે.
પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું કે નકસલવાદીઓના પેરીમિલી દલમના કેટલાક સભ્યો પોતાના ચાલી રહેલા ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ ઓપરેશન (TCOC) સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્ય સાથે ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામની પાસે એક જંગલમાં પડાવ નાખીને બેઠા હતા.
તેમણે કહ્યું, ગઢચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા, C-60 કમાન્ડોની બે ટુકડીઓને તાત્કાલિક આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. જ્યારે ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેનો સી 60 જવાનોએ જવાબ આપ્યો.
તેમણે કહ્યું કે ગોળીબાર બંધ થયા બાદ સ્થળ પરથી એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી એકની ઓળખ પેરિમિલી દાલમના પ્રભારી કમાન્ડર વાસુ તરીકે કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્થળ પરથી એક AK-47 રાઈફલ, એક કાર્બાઈન, એક ઈન્સાસ રાઈફલ, નક્સલવાદી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે.