શોધખોળ કરો

Maharashtra: ભૂસ્ખલન અને પૂરને કારણે 5 લોકોના મોત, 30 લોકો હજુ ફસાયેલા

નદીઓમાં પૂરને કારણે ગુરુવારે કોંકણ રેલવે માર્ગ ઉપર રેલવે સેવા પ્રભાવિત થઈ હતી. અહીં લગભગ 6 હજાર પ્રવાસીઓ ફસાયા છે. મુંબઈ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં રેલવે અને રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. મુંબઈ સહિત જિલ્લામાં વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. કેટલાય વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.  રાયગઢ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નિધિ ચૌધરીએ રાયગઘમાં ભૂસ્ખલન અને પૂરને કારણે પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. 

નદીઓમાં પૂરને કારણે ગુરુવારે કોંકણ રેલવે માર્ગ ઉપર રેલવે સેવા પ્રભાવિત થઈ હતી. અહીં લગભગ 6 હજાર પ્રવાસીઓ ફસાયા છે. ભારે વરસાદને કારણે મુંબઈ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં રેલવે અને રોડ પર અવર-જવર પ્રભાવિત થઈ છે. બચાવકાર્ય માટે એનડીઆરએફની મદદ લેવી પડી છે. 

આ બધાની વચ્ચે કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે રોડ પર પાણી જમા થઈ જતા 47 ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને 965 પરિવારોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદમાં દૌરાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ એક મહિલા સહિત બે લોકો તણાયા છે. 

|

કોંકલ રેલવે સેવા પ્રભાવિત થતા અત્યાર સુધીમાં 9 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે કે પછી રદ કરાયા છે. ભારે વરસાદને કારણે કોંકણની મુખ્ય નદીઓ રત્નાગિરી અને રાયગઢ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે. સરકારી તંત્ર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનો સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત વરસાદથી બે પ્રભાવિત જિલ્લાની સતત સમીક્ષા કરી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આ વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.

મોટાભાગના ડેમ છલકાય ગયા છે. પહાડો પરથી તોફાની ધોધના પાણી પણ ચારેય તરફ ધમસમી રહ્યાં છે. ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તો લોકોના જીવ બચાવવા માટે NDRFની ટીમ પણ ચીપલુણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જો કે જળબંબાકારની સ્થિતિ સર્જાતા NDRFની ટીમ ચીપલુણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી જળબંબાકારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાલ હવાઈ દળના બે હેલિકોપ્ટર્સે કામગીરી શરૂ કરી છે. સાથે જ લાઈફ સેવિંગ બોટની પણ મદદ લેવામાં આવી રહી છે.

ધોધમાર વરસાદ વરસતા ચીપલુણના બજારો, શેરીઓ અને રસ્તાઓ પર 10થી 12 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. બહાદુર શેખ નામના બજારમાં 12થી 14 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક ઘર, દુકાનો પાણીમાં ડુબી ગયા છે. તો કેટલીક બિલ્ડિંગ્ઝના પહેલા માળ સુધી પહોંચી ગયા હોવાથી લોકોએ બીજા માળે આશરો લેવો પડ્યો છે. જળબંબાકારમાં અસંખ્ય વાહનો તણાઈ ગયા છે.

ધોધમાર વરસાદથી ચુપલુણનો પુળકેવાડી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં પાણીનુ જળસ્તર વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે આખા રત્નાગિરી જિલ્લામાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સંદતર ખોરવાઈ ગયો છે. મોબાઈલ ફોન નેટવર્ક પણ ખોરવાઈ જવાી ચીપલુણ આખા જિલ્લાથી સંપર્ક વિહોણુ થયું છે. તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને જે સંકટની સ્થિતિ ઉભી થઈ છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી કેંદ્ર તરફથી દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતુ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ અને લગભગ છ હજાર મુસાફરો ફસાઈ ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget