શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર: કૉંગ્રેસનો રાજ્યપાલ પર આક્ષેપ, કહ્યું- અમિત શાહના હિત માટે કર્યું કામ
રણદીપ સુરજેવાલાએ રાજ્યાપલ ભગતસિંહ કોશ્યોરી પર અમિત શાહના હિત માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સંવિધાનની મર્યાદાઓ તોડી છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં એક મહિનાથી ગૂંચવાયેલી રાજનીતિમાં મોટી ઉલેટફેર જોવા મળી હતી. રાજ્યમાં અચાનક ભાજપ અને એનસીપીના અજિત પવારે સાથે મળીને સરકાર બનાવી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા છે. આ મોટા રાજકીય ઉથલપાથલથી કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના પણ ચોંકી ઉઠ્યા છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યપાલ પર મોટો આક્ષેપ કર્યો છે.
રણદીપ સુરજેવાલાએ રાજ્યાપલ ભગતસિંહ કોશ્યોરી પર અમિત શાહના હિત માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સંવિધાનની મર્યાદાઓ તોડી છે. સુરજેવાલાએ અજિત પવારને અવસરવાદી ગણાવ્યા હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે આ ઘટના કાળી સહીથી લખાશે. બેશરમીની તમામ હદ પાર કરી દીધી છે. કોઈ પણ તપાસ કર્યા વગર શપથ લેવડાવી દીધા છે, ક્યાં તો ગરબડ છે. એનસીપીના કેટલાક લોકોએ લિસ્ટ આપ્યું હતું. જેના કારણે આ ઘટના બની. અહમદ પટેલે કહ્યું કે ભાજપને હરાવવા માટે ત્રણેય પક્ષ સાથે આવ્યા અને અમે આજે પણ એકજૂટ છે. ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પત્રકાર પરિષદ, પવારે કહ્યું- અમારી પાસે બહુમત, અમે બનાવીશું સરકાર શરદ પવારે ભત્રીજા અજીત પવાર પાસે આ પ્રકારની આશા ક્યારેય નહોતી. અજીત પવાર પર શરદ પવારે કહ્યું પાર્ટીની અનુશાસનાત્મક કમિટી તેના પણ નિર્ણય કરશે. શરદ પવારે કહ્યું તે લોકો સદનમાં બહુમત સાબિત નહી કરે. શરદ પવારે કહ્યું મને આજે સવારે જ ખબર પડી કે અજીત શપથ લઈ રહ્યા છે. શરદ પવારે સરકાર બનાવવાનો દાવો કર્યો છે.LIVE: Congress Party Briefing by @rssurjewala at AICC HQ https://t.co/2b3PnL7OxK
— Congress Live (@INCIndiaLive) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion