ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પત્રકાર પરિષદ, પવારે કહ્યું- અમારી પાસે બહુમત, અમે બનાવીશું સરકાર
આજે મહારાષ્ટ્રના રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે.
Sharad Pawar, NCP Chief at NCP-Shiv Sena press conference in Mumbai: All the MLAs who are going must know that there is an anti defection law and the possibility of them losing their assembly membership is high. pic.twitter.com/8YrdIkCn2x
— ANI (@ANI) November 23, 2019
શરદ પવારે ભત્રીજા અજીત પવાર પાસે આ પ્રકારની આશા ક્યારેય નહોતી. અજીત પવાર પર શરદ પવારે કહ્યું પાર્ટીની અનુશાસનાત્મક કમિટી તેના પણ નિર્ણય કરશે. શરદ પવારે કહ્યું તે લોકો સદનમાં બહુમત સાબિત નહી કરે. શરદ પવારે કહ્યું મને આજે સવારે જ ખબર પડી કે અજીત શપથ લઈ રહ્યા છે. શરદ પવારે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 30 નવેમ્બર સુધી બહુમતી સાબીત કરવાની છે. અમારી પાસે બહુમતી છે તેથી સરકાર અમે જ બનાવીશું. દેવેન્દ્ર ફડણવીસ ગૃહમાં બહુમતી સાબીત નહીં કરી શકે. શરદ પવારે કહ્યું કે, અમારી પાસે 170 ધારાસભ્યોનું અને અમુક અપક્ષનું પણ સમર્થન હતું.NCP Chief Sharad Pawar: I'm sure Governor has given them time to prove majority but they won't be able prove it. After that our three parties will form the government as we had decided earlier. #Maharashtra pic.twitter.com/MxXwZUBPah
— ANI (@ANI) November 23, 2019
Uddhav Thackeray: Earlier EVM khel was going on and now this is new khel. From here onwards I don't think elections are even needed.Everyone knows what Chhatrapati Shivaji Maharaj did when betrayed and attacked from the back. pic.twitter.com/lgYCE3tZDY
— ANI (@ANI) November 23, 2019
ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું, લોકતંત્રના નામે તેઓ અંધારામાં શું કરી રહ્યા છે તે દેશ જોઈ રહ્યો છે. તે લોકોને તોડે છે જ્યારે અમે જોડીએ છીએ. આજે મહારાષ્ટ્રના રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.Uddhav Thackeray: Let them try and break Shiv Sena MLAs , Maharashtra will not stay asleep pic.twitter.com/8I0wtGR8rO
— ANI (@ANI) November 23, 2019