શોધખોળ કરો
Advertisement
લૉકડાઉન વચ્ચે દેશના આ રાજ્યોમાં સોમવારથી ખોલવામાં આવશે દારૂની દુકાનો, જાણો
કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં 17 મે સુધી લોકડાઉન છે. દેશમાં રેડ,ઓરેન્જ અને ગ્રીન એ રીતે અલગ-અલગ ઝોન બનાવામાં આવ્યા છે. આ ઝોનમાં આશિંક છૂટ આપવમાં આવી છે.
મુંબઈ: કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં 17 મે સુધી લોકડાઉન છે. દેશમાં રેડ,ઓરેન્જ અને ગ્રીન એ રીતે અલગ-અલગ ઝોન બનાવામાં આવ્યા છે. આ ઝોનમાં આશિંક છૂટ આપવમાં આવી છે. લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આસામમાં સોમવારથી દારૂની દુકાનો ખોલવામાં આવશે. જ્યારે કેરળમાં હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં નથી આવી.
47 દિવસ બાદ કર્ણાટકમાં દારૂની દુકાનો સોમવારથી તમામ જિલ્લાઓમાં ખુલ્લી મુકવામાં આવશે. જો કે રેડઝોન જિલ્લામાં ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહારની દુકાનો જ ખોલવામાં આવશે.
રેડ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મોલ અથવા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યો દ્વારા કેંદ્ર સરકારને દારૂની દુકાનો ખોલવા માટે માંગ કરવામાં આવી છે. કેંદ્ર સરકાર તરફથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે 17 મે સુધી રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવોનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement