Maharashtra : મહારાષ્ટ્રમાં મોટું થવાના એંધાણ? NCPના જયંત પાટિલે મમરો મુકતા અનેક તર્ક વિતર્ક
શિવસેનાના 16 ધારાસભ્યોની લાયકાત અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય હજી આવવાનો બાકી છે, જેમણે ગયા વર્ષે બળવો કર્યો હતો અને ત્યાર બાદ તેઓ શિંદે જૂથમાં જોડાયા હતા.
Jayant Patil CM Remark: મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો વચ્ચે NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે રાજ્યના મુખ્યમંત્રી પદને લઈને મમરો મુકયો છે. તેમણે કહ્યું છે કે, સૌકોઈ એ વાત સ્વીકારી રહી છે કે, મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી હશે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, NCP ભવિષ્યમાં રાજ્યમાં સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવશે. જયંત પાટીલે રવિવારે રાજ્યના સતારા જિલ્લાના કરાડમાં પત્રકારો સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો શા માટે?
શિવસેનાના 16 ધારાસભ્યોની લાયકાત અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય હજી આવવાનો બાકી છે, જેમણે ગયા વર્ષે બળવો કર્યો હતો અને ત્યાર બાદ તેઓ શિંદે જૂથમાં જોડાયા હતા. આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં મહારાષ્ટ્ર સરકારના પતન અને શિંદેનું મુખ્યમંત્રી પદ જવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત સંજય રાઉત જેવા ઘણા નેતાઓએ આગાહી કરી છે કે, શિંદે અને ભાજપની સરકાર લાંબો સમય નહીં ટકે. આ અટકળો વચ્ચે અજિત પવારની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તો આ સ્થિતિમાં જયંત પાટીલના નિવેદન પરથી અલગ જ રાજકીય કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.
આંખો 'સુપ્રીમ' નિર્ણય પર સ્થિર
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકારને ફટકો પડશે તો શું એનસીપી ટેકો આપીને બચાવશે? એવો સવાલ ઉઠી રહ્યો છે. જો NCP સમર્થન આપશે તો તેની પાસે મુખ્યમંત્રી પદની માંગ કરવાનો વિકલ્પ રહેશે? સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ તમામ અટકળોનો અંત આવશે.
શું અજિત પવારમાં સીએમ બનવાની ક્ષમતા છે?
ઉલ્લેખનીય છે કે, એબીપી ન્યૂઝ માટે સીવોટર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની ક્ષમતા ધરાવે છે? જવાબમાં 30 ટકા લોકોએ 'હા' અને 33 ટકા લોકોએ 'ના'માં જવાબ આપ્યો. જ્યારે 37 ટકા લોકોએ 'ખબર નથી' જવાબ આપ્યો હતો.
Coronavirus Updates: આ રાજ્યોમાં કોરોનાથી થઇ રહી છે વધુ મોતો, મહારાષ્ટ્ર-દિલ્હીના આંકડાઓએ વધાર્યુ ટેન્શન, વાંચો અપડેટ
Coronavirus News: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, અને હવે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. દરરોજ રેકોર્ડો મોતો સામે આવી રહી છે. રાજધાની દિલ્હીમાં ગઇકાલે (4 એપ્રિલ) એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ ગયુ , વળી, મહારાષ્ટ્રમાં 711 કેસો સામે આવ્યા છે. સાથે જ 4 લોકોએ કોરોનાના કારણે દમ તોડી નાંખ્યો છે. ઉત્તરાખંડમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. 20 દિવસોમાં અહી કુલ ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.