Maharashtra Political Crisis Live: બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર ફટકારી નોટિસ, શિંદે ગ્રુપે કહ્યું- કોર્ટમાં કરીશું ચેલેંજ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે.

Background
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની સાથે સાથે તેમની પાર્ટી શિવસેનાની કમાન પણ તેમના હાથમાંથી જતી જોવા મળી રહી છે. વિધાનસભામાં શિવસેનાની સંખ્યા સતત ઘટી રહી છે.
બીજેપી અને એકનાથ શિન્દે સાથે આવે તો -
જો વાત કરીએ સમીકરણની તો જેમાં એકનાથ શિન્દેના બળવાખોર ધારાસભ્યોની, તો તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે, તેની સાથે બીજા 9 અપક્ષ અને 2 પ્રહર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનુ પણ સમર્થન છે. સાથે જ જો બીજેપીના 106 ધારાસભ્યો પણ આવી જાય છે, તો આ સૌથી મોટુ ગઠબંધન બની જશે, આવામાં આસાનીથી આ જૂથ બહુમતી સાબિત કરીને સરકાર બનાવી શકે છે.
બળવાખોર ધારાસભ્યોના વિશ્વાસઘાતને ભૂલીશું નહીં
મીટિંગ વિશે વાત કરતા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે તમે પહેલાથી જ જાણો છો કે મીટિંગમાં શું થયું. પરંતુ મહત્વની વાત એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કરેલા વિશ્વાસઘાતને ભૂલીશું નહીં.
બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ
મહારાષ્ટ્રમાં બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. હકીકતમાં, બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ જારી કરવામાં આવી છે. જે મુજબ તેમને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.





















