શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, શિવસેનાના ધારાસભ્યોને 5 સ્ટાર હોટલમાં લઈ જવાયા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના 13 દિવસ બાદ પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઇને પેચ ફસાયેલો છે.

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના 13 દિવસ બાદ પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઇને પેચ ફસાયેલો છે. ત્યારે ભાજપના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી. જ્યારે શિવસેનાના ધારાસભ્યોએ માતોશ્રીમાં બેઠક પૂર્ણ થયા બાદ સાવચેતીના ભાગરૂપે તેમના તમામ ધારાસભ્યોને હોટલ રંગ શારદામાં શિફ્ટ કર્યા છે. જ્યાં ધારાસભ્યોને તેમના ફોન સ્વિચ ઓફ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
શિવેસનાના ધારાસભ્યોના મોબાઇલ ફોન પણ મીટિંગ હોલની બહાર જમા કરાવવામાં આવ્યા હતા. શિવસેનાના ધારાસભ્યોનું કહેવું છે કે અમે આગામી 2 દિવસ સુધી હોટલ રંગ શારદામાં રહીશું. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે જેમ કહેશે તે અમે કરીશું. મહત્વનું છે કે ભાજપ શિવસેનાના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરે તેવી આશંકા શિવસેનાએ વ્યક્ત કરી છે.શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય.Gulabrao Patil, Shiv Sena MLA after meeting party chief Uddhav Thackeray at Matoshree: We (Shiv Sena MLAs) will be staying at Hotel Rangsharda for next 2 days. We will do whatever Uddhav Sahab asks us to do. pic.twitter.com/LICnhfOozC
— ANI (@ANI) November 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
