શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: શિવસેનાને સમર્થન નહીં આપે કૉંગ્રેસ, વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર
મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ થોરાટે કહ્યું કે કૉંગ્રસની શિવસેનાના નેતૃત્વવાળી સરકાર માટે કોઈ રણનીતિ કે પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે 10 નિર્દલીય તેમના સંપર્કમાં છે અને તે ભાજપ-શિવસેનાને નહીં પણ વિપક્ષને સમર્થન આપવા માંગે છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યું કે ભાજપને સત્તાથી દુર રાખવા માટે તે શિવસેના સાથે હાથ નહીં મિલાવે. થોરાટે વધુમાં કહ્યું કે પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી-કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જેમાં 54 સીટ પર જીત મેળવી છે.
થોરાટે કહ્યું કે કૉંગ્રસની શિવસેનાના નેતૃત્વવાળી સરકાર માટે કોઈ રણનીતિ કે પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે 10 નિર્દલીય તેમના સંપર્કમાં છે અને તે ભાજપ-શિવસેનાને નહીં પણ વિપક્ષને સમર્થન આપવા માંગે છે.
રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી કૉંગ્રેસે 44 બેઠક પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 103 સીટ, શિવસેનાને 56 સીટ મળી છે. ત્યારે એ સ્પષ્ટ છે કે ભાજપ પોતાના દમ પર સરકાર નહીં બનાવી શકે. એવામાં પૂર્વ મુખ્યમંત્રી અશોખ ચોહાણ સહિત કેટલાક કૉંગ્રેસી નેતાઓ કહ્યું હતું કે ભાજપને સત્તાથી દુર રાખવા માટે કૉંગ્રેસે તમામ વિકલ્પ શોધવા જોઈએ.
થોરાટે કહ્યું કે, શિવસેનાને સમર્થન કરવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો, જો શિવસેના અમારો સંપર્ક કરે છે તો અમે પોતાના કેન્દ્રીય નેતૃત્વથી ચર્ચા કરીશું અને તેમનો નિર્ણય અંતિમ રહેશે.
મુંબઈ: વરલીમાં લાગ્યા પોસ્ટર, આદિત્ય ઠાકરેને ગણાવ્યા ભાવી મુખ્યમંત્રી
આ બેઠક પર કોંગ્રેસને માત્ર 743 મતથી મળી જીત, જાણો ગુજરાત પેટા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
અમદાવાદ
Advertisement