Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે

Background
Mahashivratri 2025: આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. શિવરાત્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે. મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવજીના દર્શન માટે પહોંચ્યા હતા.
મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. ઉપરાંત, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખાસ ભસ્મ આરતી કરવામાં આવી હતી.
કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી
મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી.
બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભકતોની ભીડ
નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી. 700 વર્ષ જૂનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું હતું.
ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢ ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. નાગા સાધુઓ શાહી સવારી સાથે મૃગીકુંડમાં સ્નાન કરશે




















