JDU MLA Joined BJP: નીતીશ કુમારની પાર્ટીને મોટો ઝટકો, JDU ના 5 ધારાસભ્યો BJPમાં સામેલ
મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા છે. આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 38માંથી છ બેઠકો જીતી હતી.
Manipur JDU MLA Joined BJP: બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર વિધાનસભા સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા છે. આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 38માંથી છ બેઠકો જીતી હતી.
મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ જેડીયુના પાંચ ધારાસભ્યોના ભાજપ સાથે વિલીનીકરણને સ્વીકારીને ખુશી વ્યક્ત કરી હતી. જેડીયુના ધારાસભ્યો જે ભાજપમાં જોડાયા છે તેમાં કેએચ જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અછબઉદ્દીન, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એએમ ખાઉટે અને થાંગજામ અરુણ કુમારનો સમાવેશ થાય છે.
એએમ ખુટે અને થાંગજામ અરુણ કુમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ સફળતા ન મળતાં બંને જેડીયુમાં જોડાઈ ગયા હતા. અગાઉ જેડીયુને અરુણાચલ પ્રદેશમાં પણ આંચકો લાગ્યો હતો જ્યારે ધારાસભ્ય તેકી કાસો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
Arvind kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતો માટે કરી સૌથી મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તેઓ પોરબંદર એરપોર્ટ પર ઉતરી ત્યાંથી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને 12 કલાક વિજળી આપવાની મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને એમએસપીની ગેરેન્ટી આપી. પાંચ પાકની ગેરેન્ટી આપી .ઘઉ, ચોખા,કપાસ ચણા અને મગફળીને એમએસપીના ભાવે ખરીદવાની ગેરેન્ટી આપી. ખેતી માટે વીજળી દિવસે આપવાની જાહેરાત કરી. 12 કલાક વીજળી આપીશું. જમીનોના સર્વે રદ કરવામાં આવશે અને ખેડૂતો સાથે મળીને નવો સર્વે કરવામાં આવશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલે કહ્યું, નર્મદાના કેચમેન્ટ એરિયામા પાણી આપવામાં આવશે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. જો ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર લેખે સહાય ચૂકવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, અમારી સાથે ભગવાન શ્રીકૃષ્ણ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજકંપનીના થાંભલા નાખવામાં આવશે.