Manipur Violence: મણિપુરમાં હિંસા યથાવત, ટોળાએ એમ્બ્યુલન્સને આગ લગાવતા બાળક-માતાનું મોત
કેટલાક લોકોએ ઈરોઈસેમ્બામાં એમ્બ્યુલન્સને રોકી અને આગ લગાવી દીધી હતી
Manipur Violence: મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં એક ટોળાએ એમ્બ્યુલન્સને રસ્તામાં રોકી અને તેને આગ ચાંપી દીધી હતી. જેના કારણે એક 8 વર્ષીય બાળક, તેની માતા અને અન્ય સંબંધીનું મોત થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે ઈરોઈસેમ્બામાં બની હતી. તેમણે કહ્યું હતું કે ફાયરિંગની ઘટના દરમિયાન બાળકને માથામાં ગોળી વાગી હતી અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોળાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ તોન્સિંગ હેંગિંગ (8), તેની માતા મીના હેંગિંગ (45) અને સંબંધી લિદિયા લોરેમ્બમ (37) તરીકે થઈ છે. આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટી કરી છે અને જણાવ્યું કે ઘટનાસ્થળ અને આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આદિવાસીનો પુત્ર તોન્સિંગ અને તેની માતા કંગ્ચુપમાં આસામ રાઈફલ્સના રાહત શિબિરમાં રહેતા હતા. 4 જૂને સાંજે આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો હતો અને બાળકને કેમ્પમાં હોવા છતાં ગોળી વાગી હતી.
લાશ હજુ મળવાની બાકી છે
સૂત્રોએ જણાવ્યું હતું કે “આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઈમ્ફાલમાં પોલીસ સાથે વાત કરી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. માતા બહુમતી સમુદાયની હતી. તેથી બાળકને રોડ માર્ગે ઈમ્ફાલમાં 'રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ' લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સને આસામ રાઈફલ્સના રક્ષણ હેઠળ થોડા કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસે ચાર્જ સંભાળ્યો હતો.
સાંજે લગભગ 6.30 વાગ્યે કેટલાક લોકોએ ઈરોઈસેમ્બામાં એમ્બ્યુલન્સને રોકી અને આગ લગાવી દીધી હતી. કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા છે.તેમણે જણાવ્યું કે હજુ સુધી મૃતદેહ મળ્યો નથી.
Odisha Train Accident: જ્યારે લાશોના ઢગમાંથી એકે પકડ્યો બચાવનારનો પગ! રેસ્ક્યૂ ઓપરેશનની ખૌફનાક કહાની
Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના કલાકો પછી જ્યારે કોઈએ મૃતદેહોના ઢગલામાં રેસ્ક્યૂ કરનારનો પગ પકડ્યો ત્યારે તે રીતસર ધ્રૂજી ઊઠ્યો હતો. શુક્રવાર(2 જૂન)ના રોજ થયેલા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મૃતદેહોને નજીકની શાળાના રૂમમાં રાખવામાં આવ્યા હતા. દુર્ઘટના સ્થળેથી ઘણા મૃતદેહો લાવવામાં આવ્યા હતા અને ત્યાં રાખવામાં આવ્યા હતા આ દરમિયાન જ્યારે એક રેસ્ક્યૂ કરનાર વ્યક્તિ રૂમમાં આવ્યો અને તે મૃતદેહો પાસેથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે એક વ્યક્તિએ તેનો પગ પકડી લીધો હતો. જેને પગલે આ માણસ રીતસર ધ્રુજી ઉઠ્યો હતો. માંડ માંડ તેણે હિંમત કરી નીચે જોયું તો મૃતદેહો વચ્ચે 35 વર્ષીય રોબિન નયાને જોયો, જેના બંને પગ કપાઈ ગયા હતા. રોબિન જીવિત હોવાની પુષ્ટિ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવેની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હવે લોકોના મોતને લઈને અલગ-અલગ થિયરી સામે આવી રહી છે. હવે અકસ્માત પછી આ બાબતની તપાસ કરતી રેલ્વે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે માર્યા ગયેલા 40 લોકોના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું માનવામાં આવે છે કે તેઓ વીજ કરંટથી મૃત્યુ પામ્યા છે.