શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLની હૈદરાબાદ કોલકાત્તા મેચમાં છોકરી અંપાયરિંગ કરતી હોય એવું કેમ લાગ્યું ? ચર્ચાસ્પદ બનેલા અંપાયર છે કોણ ?
43 વર્ષના પશ્ચિમ પાઠક 2014થી આઈપીએલમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે.
દુબઈઃ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સના મેચનું પરિણામ બે સુપર ઓવર બાદ આવ્યું. આ પહેલા રવિવારેની બીજી દિવસવાળી મેચ પણ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને હરાવ્યું હતું. આ મેચ એક ખાસ કારણે પણ ચર્ચામાં રહી હતી.
સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને કોલકાતા નાઇટ રાઈડર્સની વચ્ચે રવિવારે અબુ ધાબીમાં રમાયેલ મેચમાં લાંબાવાળ વાળા અમ્પાયર પશ્ચિમ પાઠક ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર તેના ખભા સુધીના વાળોની ખૂબ ચર્ચા થઈ રહી છે.
લાંબાવાળવાળા પાઠકને બોલિંગ ઇન્ડ પર નમીને ઉભા રહીને અંપાયરિંગ કરતાં જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર એક યૂઝરે ટ્વીટ કર્યું, ‘પશ્ચિમ પાઠક, જેમણે હૈદ્રાબાદ અને કોલકાતાની વચ્ચે રમાયેલ મેચમાં અંપાયરિંગ કરી અને તે ધોનીથી પ્રેરિત લાગે છે.’
43 વર્ષના પશ્ચિમ પાઠક 2014થી આઈપીએલમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. આ તેમની આઠમી મેચ હતી. તેમણે 2012માં બે મહિલા વનડે ઇન્ટરનેશનલ મેચમાં પણ અંપાયરિંગ કરી હતી.
2015માં પશ્ચિમ પાઠક અંપાયરિંગ કરતા સમયે હેલમેટ પહેરનારા પ્રથમ ભારતીય અમ્પાર બન્યા હતા. તેમણે ત્યારે ઘરેલુ સીઝન વિજય હજારે ટ્રોફી મેચ દરમિયાન હેલમેટ પહેર્યું હતું. તેમણે રણજી ટ્રોફી મેચ દરમિયાન સાથી અંપાયરના માથા પર બોલ વાગતો જોયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion