IMD Warning: હવામાન વિભાગનું ભારે વરસાદને લઈ એલર્ટ, આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ભારતમાં દસ્તક આપી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચોમાસું સામાન્ય તારીખ (1 જૂન) થી લગભગ એક અઠવાડિયા પહેલા 24 મે ના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું.
IMD Warning: દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ભારતમાં દસ્તક આપી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચોમાસું સામાન્ય તારીખ (1 જૂન) થી લગભગ એક અઠવાડિયા પહેલા 24 મે ના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું. હવામાન વિભાગ અનુસાર, 3 જૂન સુધીમાં ઉત્તર પશ્ચિમ, ઉત્તરપૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતના લગભગ 20 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ વાવાઝોડા અને તોફાની પવન પણ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ઘણી જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 1 જૂને અરુણાચલ પ્રદેશમાં, 1-3 જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં, 1 અને 2 જૂને મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1 જૂને આસામ અને મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
મધ્યમ વરસાદની અપેક્ષા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 1 અને 2 જૂનના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને 1 જૂનના રોજ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.
જોરદાર પવન ફૂંકાશે
હવામાન વિભાગના અપડેટ મુજબ, 4 જૂન સુધી છત્તીસગઢ, બિહાર, ઓડિશામાં અને 1 જૂનના રોજ પશ્ચિમ બંગાળ, ઝારખંડના ગંગાના મેદાનોમાં ગાજવીજ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 40-70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાશે અને વરસાદની આગાહી કરી છે. વિભાગે એમ પણ કહ્યું કે તેની મહત્તમ અસર 2 અને 3 જૂનના રોજ જોવા મળશે.
વિભાગના જણાવ્યા મુજબ, 1-04 જૂન દરમિયાન કેરળ અને માહે, દરિયાકાંઠાના કર્ણાટકમાં ઘણી જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.
અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન
ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાનું યથવત છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં હાલ પ્રિમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે.





















