શોધખોળ કરો

Interest Free Loan: ભાજપ કે કોંગ્રેસ નહીં પણ આ પાર્ટીની રાજ્ય સરકારે વગર વ્યાજે 50 લાખની લોન આપવાની કરી જાહેરાત

Mizoram Interest Free Loan: 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી લાલદુહોમા (CM Lalduhoma)એ વ્યાજ મુક્ત લોન યોજના વિશે ખુલાસો કર્યો.

દેશમાં 78મા સ્વતંત્રતા દિવસ (Independence Day)નો ઉત્સાહ છે. આ દરમિયાન આઝાદીના પર્વ પર મિઝોરમ સરકાર (Mizoram Govt)એ એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી લાલદુહોમા (CM Lalduhoma)એ ગુરુવારે કહ્યું કે રાજ્ય સરકાર યોગ્ય લોકોને નાણાકીય વૃદ્ધિ અને જીવનધોરણમાં સુધારો લાવવાના હેતુથી 50 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન (Interest Free Loan) આપવા માટે યોજના શરૂ કરશે.

78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી (Mizoram CM) લાલદુહોમાએ કહ્યું કે અમારી સરકાર સમાવેશી શાસન ઉપરાંત રાજ્યની વૃદ્ધિ, સરકારી પ્રક્રિયાઓમાં વધુને વધુ જવાબદારી અને પારદર્શિતા સાથે જ સામાન્ય સેવાઓને વધુ સારી રીતે પહોંચાડવાના લક્ષ્ય પર દૃઢ છે. ગયા વર્ષે ડિસેમ્બર 2023માં સત્તાની ખુરશી પર બેસ્યા પછી ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સરકારે ઘણા બદલાવો પર પગલાં લીધા છે.

પીટીઆઈ અનુસાર, મુખ્યમંત્રી લાલદુહોમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર રાજ્યના વિકાસ માટે મોટા પ્રમાણમાં પ્રયાસો કરી રહી છે અને તેની શ્રેણીમાં એક મોટું પગલું ઉઠાવતા લોન સ્કીમ પણ શરૂ કરવા જઈ રહી છે. આ સ્કીમ દ્વારા સરકાર આર્થિક વિકાસ માટે પગલાં લેવા માગતા યોગ્ય લોકોની મદદ કરવા માટે ગેરેન્ટર તરીકે કામ કરશે.

સીએમએ કહ્યું કે મિઝોરમ સરકાર ગેરંટી અધિનિયમ, 2011માં સંશોધનનો પ્રસ્તાવ છે, જેથી પાત્ર લોકોને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે અને તેમાં સરકાર ગેરંટી આપવાની સાથે જ વ્યાજ પણ ભરશે.

સ્વતંત્રતા દિવસ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ વ્યાજ વગરની લોન સ્કીમની શરૂઆત કરવા અંગે માહિતી આપવાની સાથે જ અન્ય ઘણી મોટી જાહેરાતો પણ કરી. તેમાં તેમણે કહ્યું કે સરકાર જલદી જ યુનિવર્સલ હેલ્થ કેર સ્કીમ (Universal Health Care Scheme)ની શરૂઆત કરવા અંગે પણ વાત કરી.

તેમણે કહ્યું કે નવી અને વ્યાપક આરોગ્ય સેવા યોજનામાં સામાન્ય જનતાની સાથે જ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પણ સામેલ હશે. લાલદુહોમાએ રાજ્યની વૃદ્ધિ માટે લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની સરકારે રાજ્યની અંદર અને બહારથી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ફેબ્રુઆરીમાં મિઝોરમ Investment Policy 2024 શરૂ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર કૃષિ કે બાગાયતી ઉત્પાદનોની ખરીદી, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ છોડી દો અથવા જીવ બચાવવા પૈસા ભરો', એન્જિનિયરિંગ વિદ્યાર્થીનો દાવો - હિન્દુઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?Banaskantha News: કાંકરેજના શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ,  દર્દીને બહાર બાંકડા પર જ સુવાડી દીધોInstagram scam: ઇન્સ્ટા પર આવો મેસેજ આવે તો ચેતી જજો! તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
Embed widget