શોધખોળ કરો
Advertisement
SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવામાં આવશે, મોદી કેબિનેટે સંશોધન પ્રસ્તાવને આપી મંજૂરી
નવી દિલ્હી: એસસી/એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સહયોગીઓ અને વિપક્ષી દળોના આરોપોમાં ઘેરાયેલી મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય કેબિનેટે આજે એસસી/એસટી અત્યાચાર નિવારણ એક્ટમાં સંશોધન સંબંધી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
સરકારી સૂત્રો અનુસાર, કોર્ટના નિર્ણયને બદલવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે દલિત અત્યાચાર એક્ટના મૂળ જોગવાઈઓને કાયમ કરવા માટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ સંશોધન પ્રસ્તાવ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 20 માર્ચે સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ એકે ગોયલ અને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની પીઠે એસસી/એસીટ એક્ટમાં મોટો બદલાવ કરતા આદેશ આપ્યો હતો કે, દલિત પર અત્યાચાર મામલે પ્રાથમિક તપાસ વગર ધરપકડ નહીં કરી શકાય અને આગતરા જામની માટે આવેદન કરી શકશે. આ પહેલા કેસ નોંધાયા બાદ તરત ધરપકડ કરવાની જોગવાઈ હતી.
આ મામલે વિપક્ષી દળોએ કહેવું છે કે, સરકારે સુપ્રીમ કોર્ટમાં મજબૂતીથી પક્ષ મુક્યો નથી. જેના કારણે કોર્ટે આ નિર્યણ આપ્યો અને કાયદો કમજોર બન્યો. વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર ધીમે ધીમે અનામત ખતમ કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિતોએ રસ્તાઓ પર આંદોલન પણ કર્યું હતું. જેમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement